રવિવારે કેટલાક લોકો દ્વારા દત્તાત્રેય દેવસ્થાનમાં હલ્લાબોલ કરીને મૂર્તિ સાથે છેડછાડનો પ્રયાસ કરવામાં આવતા અને ‘ગિરનાર અમારો છે’ તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવતા વિવાદ વકર્યો છે. આ મામલે પૂજારી દીપક બાપુએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. ગિરનાર વિવાદને લઇને ભારતી આશ્રમના મહંત ભારતી હરિયાનંદ બાપુનું નિવેદન સામે આવ્યું છે. હરિયાનંદ બાપુએ જણાવ્યું કે, હાલ સમગ્ર મામલો કોર્ટમાં હોવાથી કોર્ટ મુજબ ચાલવું જોઇએ. દત્તાત્રેય શિખર પર વારંવાર અશાંતિ ફેલાવવાના પ્રયાસો થઇ રહ્યો છે. જો આવું ફરી થશે તો અમે શાંત નહીં બેસીએ.