Satya Tv News

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની ફાઈનલ સહિત 5 મેચો રમાશે. ત્યારે અમદાવાદમાં વર્લ્ડ કપ મેચ માટે વાહનોના પાર્કિગ ચાર્જમાં વધારો થયો છે. ખાનગી પાર્કિંગ ચાર્જમાં રૂ.50નો વધારો કરાયો છે. વાહન પાર્કિંગ માટે લોકોએ ટુ-વ્હીલર માટે રૂપિયા 100 અને ફોર-વ્હીલર માટે રૂપિયા 250 ચાર્જ ચૂકવવાનો રહેશે. .

ક્રિકેટના મહાકુંભમાં મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો સાથે મેચ જોવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચશે. ત્યારે દર્શકોને કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. સ્ટેડિયમના અડધો કિલોમીટરથી લઇને અઢી કિલોમીટર સુધી વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલરના પાર્કિંગ માટે અલગ અલગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ વાહન પાર્કિંગ માટે કુલ 15 જેટલા પાર્કિંગ પ્લોટ પણ ખાનગી એજન્સીઓ દ્વારા ભાડે રાખવામાં આવ્યા છે. આ 15 પાર્કિંગ પ્લોટમાં કુલ 15,000 ટુ-વ્હીલર અને 7,250 જેટલા ફોર વ્હીલર પાર્ક કરી શકાશે.

અમદાવાદમાં કઈ તારીખે રમાશે મેચ?

  • 5 ઓક્ટોબર – ઈંગ્લેન્ડ Vs ન્યૂઝીલેન્ડ, 14 ઓક્ટોબર – ભારત Vs પાકિસ્તાન, 4 નવેમ્બર – ઓસ્ટ્રેલિયા Vs ઈંગ્લેન્ડ ,
    10 નવેમ્બર – અફઘાનિસ્તાન Vs દ.આફ્રિકા,19 નવેમ્બર – વર્લ્ડ કપ ફાઈનલ
error: