ડભોઇ નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની જટિલ સમસ્યા જોવા મળી રહી છે ,તેમજ નાના બાળકો-સિનિયર સીટીઝન માટે હરવા ફરવા કે સહેલગાહ માટે અદ્યતન સુવિધા સાથેનો એક પણ બાગ નગરમાં નથી તેમજ જે મોતીબાગ ખાતે શાક માર્કેટ છે. તેને જૂની જગ્યા પર સ્થળાંતર કરવા માટે નગરપાલિકાના નવનિયુક્ત યુવા પ્રમુખ બીરેન શાહ તેમજ તેમની ટિમ દ્વારા આજે મોતીબાગ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે શાક માર્કેટ યુનિયન દ્વારા શાકમાર્કેટમાં પાર્કિંગની સમસ્યાનું પ્રમુખને ધ્યાન પર લેવા જણાવ્યું હતું.આ સાથે વધુમાં નગરપાલિકાના પ્રમુખ બીરેન શાહ એ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલા સમયથી નગરમાં એક ટાઈમ પાણી મળે છે પરંતુ ડભોઇ નગરને દિવસમાં બે ટાઈમ પાણી મળી રહે તે માટે મોતી બાગ પાસે આવેલ પાણીની ટાંકીની મુલાકત લીધી હતી. અને ત્યાર બાદ બે ટાઈમ પાણી ડભોઇ નગર ને મળશે તેવી બાંહેધરી આપું છું. તેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું.સાથે મોતી બાગનું બ્યુટીફિકેશન કરવા હેતુ માર્કેટને તેના જુના સ્થળ ખાતે લઈ જવાનું જણાવ્યું હતું. સાથે માર્કેટમાં દસ રૂપિયાની પાવતીનું ભાડું વસૂલાતું હતું. તેની જગ્યાએ ભાડું વધારવાનું પણ શાક માર્કેટના પ્રમુખ સભ્યોને કહેવામાં આવ્યું હતું. જેમાં તેઓએ સંમતિ દર્શાવી હતી ,જેને લઇ ડભોઈ ધારાસભ્ય અને પાલિકા ચીફ ઓફિસર સાથે પરામર્શ કરી આગળની કાર્યવાહી કરવાનું નગર પાલિકાના પ્રમુખ બિરેન સાહે જણાવ્યું હતું..આ પ્રસંગે ડભોઇ નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ,કારોબારી ચેરમેન તેજલ સોની,ઉપપ્રમુખ મનોજ પટેલ, વાડી ગુરુના ચેરમેન દક્ષા પરેશ રબારી કોપોરેટર કલ્પેશ તડવી સહિત શાક માર્કેટના પ્રમુખ,ઉપપ્રમુખ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ