Satya Tv News

YouTube player

મનુંબરવાલા મુન્સી સ્કુલના પટાંગણામાં મોક્ડ્રીલ
મુન્સી સ્કુલ,ઇનર વ્હીલ ઓફ દ્વારા મોક્ડ્રીલ
ભરુચનુ ફાયર સેફ્ટી મોક્ડ્રીલ માટેનુ આયોજન
નુકશાન કઇ રીતે અટકાવું તેવું પ્રેક્ટીકલ મોકડ્રીલ
પ્રિન્સીપાલ,શિક્ષકો,વિધાર્થીઓએ નિહાર્યુ મોકડ્રીલ

ભરૂચ મનુંબરવાલા મુન્સી સ્કુલના પટાંગણામાં મુન્સી સ્કુલ અને ઇનર વ્હીલ ઓફ ભરુચના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય ફાયર સર્વીશ, ભરુચનુ ફાયર સેફ્ટી મોક્ડ્રીલ માટેનુ આયોજન કરવામાં આવેલ હતું.

નગર પાલીકા- ભરુચના સેફ્ટી ઓફીસર- કર્મચારીઓએ ભાગ લઇ જ્યારે વાસ્તવમાં અકસ્માત થાય, મોટી હોનારત સર્જાય, આગ લાગે ત્યારે જેતે પ્રિમાઇસીસને કેવી રીતે બચાવી સકાય, પ્રિમાઇસમાં માનવ જીવનને કઇ રીતે સુરક્ષિત બહાર કાઢી સકાય, માલ મિલ્કતનુ નુકશાન કઇ રીતે અટકાવી શકાય તેવું પ્રેક્ટીકલ મોકડ્રીલ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.,

આ કાર્યક્રમમાં ઇનર વ્હિલ ઓફ ભરુચના પ્રેશીડેન્ટ સુશ્રી ઇલા આહિરે પ્રાસંગિક ઉદ્બોધન કરી ભરુચ ઔદ્યોગિક વિસ્તાર હોય, નર્મદામાં અતિભારે પુર આવતું હોય, શાળાઓમાં હજારોની સંખ્યામાં વિધાર્થીઓ હોય તેમને સુરક્ષિત રાખવા ફાયર બ્રિગેડ સક્ષમ છે.,આપણે સૌ સામાજિક સંસ્થાઓએ તેમને સહયોગ આપતા રહેવું જોઇએ.આ પ્રસંગે મુન્સી સ્કુલના ફાઉન્ડર ટ્રસ્ટી ઇબ્રાહિમ સાલેહ તથા ટ્રસ્ટીગણ, ફાયર સેફ્ટી ઓફિસર ચિરાગ ગઢવી સહિત સ્કૂલ ના પ્રિન્સીપાલ સહિત તમામ શિક્ષકો અને ૭૦૦ જેટલા વિધાર્થીઓએ ઉપસ્થિત રહી મોકડ્રીલ નિહાર્યુ હતું.,આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇનર વ્હિલના મેમ્બર અને મુન્સી સ્કુલના પ્રિન્સિપાલ સુશ્રી ઝેનબ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.,

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: