તાપીની વ્યારા હોસ્પિટલ મુદ્દે નિવેદનબાજી તેજ
સરકારી હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે આંદોલન
મંત્રી પર રૂ.ઉઘરાણીનો લગાવ્યો આરોપ
આંદોલનકારી મહિલાએ પણ મંત્રીને આપ્યો જવાબ
તાપીના વ્યારા ખાતે આવેલ રેફરલ સરકારી હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે આંદોલન કરી રહેલા આંદોલનકારીઓ ઉપર મંત્રી કુંવરજી હળપતિએ રૂપિયા ઉઘરાણીનો આરોપ લગાવ્યો છે.
તાપીના વ્યારા ખાતે આવેલ રેફરલ સરકારી હોસ્પિટલમાં ને ખાનગી કરણ કરવા મુદ્દે સરકારની હિલચાલ ચાલી રહી છે. જેને લઈ ને તાપી જિલ્લાના આદિવાસી સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે. સરકારી હોસ્પિટલનું ખાનગીકરણ થી આદિવાસી સમાજના લોકોને કોઈ ફાયદો થવાનો નથી ,તેવી વાત સાથે આંદોલન ચાલી રહ્યું છે. આ મુદ્દે આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિએ કરેલા ઉશ્કેરી જનક નિવેદન બાદ આદિવાસી સમાજના લોકો સાથે યોજેલી બેઠક નિષ્ફળ નીવડી હતી. અને ત્યારબાદ મંત્રી કુંવરજી હળપતિ દ્વારા આંદોલન કરી રહેલા લોકપ ઉપર રૂપિયા ઉઘરાણી કરી ખિસ્સામાં પૈસા ભેગા કરવા આંદોલન કરતા હોવાનું આરોપ લગાવી ચુક્યા છે. આજરોજ ફરીથી મંત્રી કુંવરજી હળપતિ બારડોલી ખાતે યોજાયેલા મહિલા જન ભાગીદારી કાર્યક્રમમાં તાપી, સોનગઢ, સુરતની મહિલાઓએ સંબોધન કરતા મંત્રી શુ નિવેદન આપ્યું હતું. તે હવે સાંભળો
મંત્રી કુંવરજી હળપતિએ આંદોલન કરી રહેલા લોકો ઉપર આરોપ બાદ લગાવી રહ્યા છે. આરોપ બાદ નિવેદનબાજી તેજ થઈ ચૂકી છે. સરકારી હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે ગામે ગામ જનજાગૃતિ ફેલાવનાર આંદોલનની આગેવાની કરનાર આદિવાસી સમાજ ના મહિલા આગેવાન દમયંતી ચૌધરીએ પણ મંત્રી કુંવરજી હળપતિ આરોપ સામે પ્રતિક્રિયા આપી છે.
મહત્વનું છે કે, સરકારી હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે હવે એકબીજા ઉપર આરોપ પ્રતિઆરોપ લાગી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હોસ્પિટલ મુદ્દે કેવુ વલણ સરકાર અને આંદોલન કરી રહેલા લોકોનું સામે આવે છે તે તરફ સૌ કોઈની મિત મંડાય છે.
વિડીયો જર્નાલિસ્ટ પરેશ પ્રજાપતિ સાથે સત્યા ટીવી સુરત