Satya Tv News

YouTube player

શૌર્ય યાત્રા ગતરોજ સાંજે વાલિયા ગામે પહોંચી
ગામના લોકોએ શૌર્ય યાત્રાનું કર્યું સ્વાગત
શૌર્યયાત્રા બજારમાં ફરી અંકલેશ્વર જવા રવાના

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ આયોજિત શૌર્ય યાત્રા વાલિયા ગામમાં ગતરોજ સાંજે આવી પહોંચી હતી.

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ આયોજિત શૌર્ય યાત્રા ગત તારીખ-23મી સપ્ટેમ્બરના રોજ બારડોલીથી નીકળેલ હતી, જે યાત્રા તાપી,નર્મદા જીલ્લામાં ફરી ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં પ્રવેશી હતી. જે શૌર્ય યાત્રા અશાથી ઉમલ્લા-રાજપારડી થઈ ઝઘડીયા બાદ મોડી સાંજે વાલિયા ગામના ચાર રસ્તા પાસે આવી પહોંચી હતી. જે શૌર્ય યાત્રાનું લોકોએ સ્વાગત કર્યું હતું જે યાત્રા મુખ્ય બજારમાં ફરી અંકલેશ્વર ખાતે આવવા માટે રવાના થઈ હતી.

વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: