Satya Tv News

YouTube player

ઢાઢર નદીના પુલની દયનિય પરિસ્થિતિ
ઢાઢર નદીના પુલ પર મસમોટા પડ્યા ખાડા
બ્રિજના બે ભાગ પડ્યા હોઈ એવા દ્રષ્યો જોવા મળ્યા
વહેલી તકે સમારકામ થાય તેવી લોકમાંગ ઉઠી

જંબુસર આમોદને જોડતા ઢાઢર નદીનો બ્રિજ બિલકુલ જર્જરિત હાલતમાં હોવાથી અને મોટા ખાડા પડેલ હોવાથી ટ્રાફિક પણ વારંવાર જામ થવાના દ્રશ્યો સર્જાય છે.જેથી આ બ્રિજનુ સમારકામ વહેલી તકે કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

આ બ્રિજની દયનિય હાલત જોઈને કોઈ મોટી ઘટના બને તો વાહન ચાલકને નદીમાં રહેલા મગર જોઈને પણ ભયનો અનુભવ થઇ રહીયો છે. નેશનલ હાઇવે નંબર ૬૪ ઉપર આમોદ -જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદીના પુલની પરિસ્થિતિ એટલી દયનીય છે કે ,બ્રિજ ઉપરના રોડ ઉપર એવા ખાડા પડેલ છે ,કે જેમાંથી નદીમાં વહેતું પાણી પર જોઈ શકાય છે.આ બ્રિજ ઉપરથી કચ્છ/ કાઠીયાવાડ/ અને સુરત દહેજ તરફ જતા ભારે વાહનોની અવર-જવર ૨૪ કલાક રહે છે. હાલ બ્રિજ ઉપર એવા ઊંડા ખાડા પડેલ છે, કે રોડ બનાવવાના ઉપયોગમાં લેવાયેલા સળિયા પણ દેખાય છે. જો આ બ્રિજ ઉપરના રોડની કામગીરી તાત્કાલિક કરવામાં નહીં આવે તો મોટો અકસ્માત થવાની શક્યતા રહેલ છે. એમ ચર્ચાઈ રહેલ છે.

વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: