Satya Tv News

YouTube player

ગેલેક્સી કંપની દ્રારા પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત
પાણીની ટાંકી બનાવવા માટે 27લાખનું અનુદાન
મોહન ફળિયામાં પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરાયું

ઝઘડીયા તાલુકામાં આવેલી ગેલેક્સી કંપની દ્રારા ઝઘડીયા ગૃપ ગ્રામપંચાયત સુલ્તાનપુરાનાં મોહન ફળિયા ખાતે પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ..

ઝઘડીયા તાલુકાની ગૃપ ગ્રામપંચાયત સુલ્તાનપુરા ખાતે આવેલ મોહન ફળિયામાં પાણીની સમસ્યાને પહોચીવડવા માટે આજરોજ ઝઘડીયા જી.આઈ.ડી.સી ખાતે આવેલી ગેલેક્સી કંપની દ્રારા પાણીની ટાંકી બનાવવામાં 27 લાખ રૂપિયાનુ અનુદાન ઝઘડીયાની ગૃપ ગ્રામપંચાયત સુલ્તાનપુરાને ગેલેક્સી કંપની દ્રારા આપવામાં આવ્યુ હતુ. જેનું આજરોજ ઝઘડીયા ગૃપ ગ્રામપંચાયત સુલ્તાનપુરા ખાતે આવેલ મોહન ફળિયામાં પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. ઘણી વખત મોહન ફળિયામાં પાણી અંગે સમસ્યા સર્જાતી હતી ,જેનું પાણીની ટાંકી બન્યા પછી સંપૂર્ણ પણે સમસ્યાનું નિરાકરણ માટે આજરોજ ઝઘડીયાની જી.આઈ.ડી.સી ખાતે આવેલી ગેલેક્સી કંપનીનાં કમઁચારી તેમજ ઝઘડીયા ગૃપ ગ્રામપંચાયત સુલ્તાનપુરાનાં સરપંચ સુરેશ વસાવા ,ડે.સરપંચ વિનોદ અને ઝઘડીયા ગામના આગેવાનો તેમજ હોદ્દેદારો દ્રારા પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.

વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા

error: