અંબાજીમાં મોહનથાળ પ્રસાદના પેકેટ ભાદરવી પૂનમે તૈયાર કરાયા હતા. ત્યારે અંબાજી ભેટ કેન્દ્રમાં પ્રસાદના 18 હજાર પેકેટનો બફર સ્ટોક હાલ પડી રહ્યો છે. મહત્વનું છે કે અંબાજીમાં મોહનથાળના પ્રસાદ માટે ઉપયોગમાં લેવાયેલું ઘી અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સ પાસેથી ખરીદવામાં આવ્યું હતુ.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 28 ઓગસ્ટે અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદમાં વપરાતા ઘીના નમૂના લીધા હતા. જે ફેલ ગયા છે.15 સપ્ટેમ્બરે આવેલા રિપોર્ટમાં ઘીમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ, ભેળસેળવાળા ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો.
મંદિર તંત્રએ દાવો કર્યો હતો કે મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે બનાસ ડેરીમાંથી ઘીનો જથ્થો મંગાવ્યો હતો. ભાદરવી પૂનમના મેળા દરમિયાન કે એ પછી જે મોહનથાળનો પ્રસાદ બનાવાયો છે, તે ઉચ્ચ ગુણવતાયુક્ત ઘીમાંથી બનાવાયો છે. ઘીમાં ભેળસેળ સામે આવતા મોહિની કેટરર્સના માલિક સામે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.