Satya Tv News

વારાણસીમાં બુધવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો.ફુલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કરખિયાવમાં વારાણસી લખનઉં હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અથડામણમાં 8 લોકોના મોત થયા છે. જ્યારે કારમાં સવાર એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. કારમાં સવાર તમામ મૃતકોની ઓળખ પીલીભીતના રહેવાસી તરીકે કરવામાં આવી છે.

પીલીભીતનો એક પરિવાર વારાણસીમાં દર્શન અને પૂજા માટે આવ્યો હતો. કાશીમાં દર્શન અને પૂજા-અર્ચના કર્યા પછી બધા ઘરે પાછા ફરી રહ્યા હતા. પરંતુ ઘરે પહોંચતા પહેલા જ જૌનપુર રોડ પર કારખિયાવ પાસે તેનો અકસ્માત થયો હતો. કાર અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે કારને સંપૂર્ણ નુકસાન થયું હતું. કારમાં સવાર લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં કારમાં બેઠેલા એક માસૂમ બાળક સિવાય તમામના મોત થયા હતા. બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

error: