Satya Tv News

ઈન્સ્ટાગ્રામ પર ટિકિટ વર્લ્ડ કપ નામના એક આઇડીની સ્ટોરીમાં ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચની ટિકિટનો ફોટો મૂકીને ટિકિટ અવેલેબલ છે એવું લખાણ લખ્યું હતું. આ સ્ટોરીમાં દિવ્ય ભાસ્કર દ્વારા પૂછવામાં આવ્યું કે અમારે ટિકિટ જોઈએ છે. ત્યારે સામેવાળી વ્યક્તિએ કહ્યું કે ટિકિટ મળી જશે. જેના અલગ અલગ ભાવ 2500 અને 3500 રૂપિયા જણાવ્યા હતા. બાદમાં ટિકિટ લેવી હોય તો એડવાન્સ એક ટિકિટના પૈસા અને બાકીના ડિલિવરી સમયે પૈસા આપવા અંગે જણાવ્યું હતું. બાદમાં સામેવાળી વ્યક્તિએ ટિકિટના ફોટા અને વીડિયો પણ મોકલ્યા હતા.

ટિકિટના ભાવ 2500 અને 3500 નથી છતાં આ પેજ પરથી આ ભાવે ટિકિટ વેચવામાં આવી રહી છે. એક ટિકિટના પૈસા આપ્યા બાદ પેજ દ્વારા અલગ અલગ બહાનાં બતાવીને ટિકિટ આપવામાં આવતી નથી. આ પેજ પર લોકોને વિશ્વાસ આવે તે માટે સ્ક્રીનશોટ મૂકવામાં આવ્યા છે. આ સ્ક્રીનશોટમાં કેટલાક લોકોએ પૈસા આપ્યા હોય અને ટિકિટ મળી હોય તે બતાવવામાં આવ્યું છે. આ પેજમાં એવું પણ લખ્યું છે કે જેન્યુન કસ્ટમરે જ મેસેજ કરવો, ટાઇમપાસ વાળાઓને બ્લોક કરી દેવામાં આવશે.

આ અંગે સાઇબર ક્રાઈમના DCP અજિત રાજિયાણે જણાવ્યું હતું કે BCCIએ જે વેબસાઈટ અને એપ્લિકેશનને ટિકિટ વેચવા માન્યતા આપી છે. તેમની પાસેથી જ ટિકિટ ખરીદવી. ભળતા નામ અથવા બિનઅધિકૃત વ્યક્તિઓ પાસેથી ટિકિટ ખરીદતા છેતરપિંડીનો ભોગ બની શકો છો.

error: