રાજકોટના મંગળા મેઈન રોડ પર રહેતા અને નોકરી કરતા મનીષ લોટીયા અંધશ્રદ્ધાનો ભોગ બન્યા છે. મનીષ લોટીયાએ કહ્યું કે, પારિવારિક મુશ્કેલીમાં ભુવા અરુણ સાપરિયા સાથે સંપર્ક થયો હતો. જે બાદ ભુવાએ મુશ્કેલી દૂર કરવા માટે પહેલા 40 હજાર રૂપિયા, એક સ્કોચની બોટલ અને મટનની માંગ કરી હતી. જે બાદ ભુવાએ અત્યાર સુધીમાં સાતથી આઠ લાખ રૂપિયા લીધા હતા. પછી મને ભુવાએ કહ્યું કે કુંવારી છોકરી લઈ આવ એટલે તારું કામ થઈ જશે, પછી મને ખબર પડી કે આ માણસ ખોટો છે. મેં ભુવા પાસેથી રૂપિયા પરત માગતા ભૂવાએ મને મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી મળતા મેં રાજકોટ પોલીસ કમિશનર સાહેબને અરજી કરી છે.
.