Satya Tv News

સુરત જૂની બોમ્બ માર્કેટમાં લાગી ભીષણ આગ.
સાડીની બંધ દુકાનોમાં અચાનક લાગી આગ.
ફાયબ્રિગેડ સાથે જવાનોએ મેળવ્યો ભારે જહેમત બાદ આગ પર કાબુ
દુકાન સંચાલકને ભારે નુકશાન પહોચ્યું
પોલીસે કાર્યવાહી હાથ ધરી

YouTube player

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જૂની બોમ્બે માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરના ભાટે આવેલી બંધ દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા નાસભાગ અને દોડધામ મચી ગઈ હતી.

સુરતના વરાછા ખાતે આવેલી જૂની બોમ્બે માર્કેટમાં અચાનક આગની ઘટના બની હતી. માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર ના ભાગે આવેલી નંદિની સાડીઝ નામની દુકાનમાં લાગેલી આગ જોતજોતામાં વધુ વિકરાળ બનતા વેપારીઓ વચ્ચે ભારે નાશભાગ અને દોડધામ મચી ગઈ હતી.ઘટના અંગેની જાણ સુરત ફાયર વિભાગને કરી માર્કેટના વેપારીઓ-કર્મચારીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરાયા હતા.પરંતુ દુકાનમાં સાડી અને કાપડનો જથ્થો વધુ માત્રામાં હોવાના કારણે આગ વધુ વિકરાળ બની હતી.

ઘટનામાં સુરત ફાયર વિભાગની માન દરવાજા, ડુંભાલ, કાપોદ્રા, પુણા સહિત પાંચ ફાયર મથકોની ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં ફાયર ના મોટા કાફલા દ્વારા લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ફાયર વિભાગની સમય સૂચકતા ના પગલે લાગેલી આગ પર અંદાજિત દોઢ કલાકની ભારે જહેમત બાદ કાબુ મેળવી શકાયો હતો.

દુકાનમાં લાગેલી આગના કારણે લાખો રૂપિયાનું નુકશાન થતાં વેપારી નો ગુસ્સો ચોથા આસમાને ચઢી ગયો હતો. જ્યાં ઘટનાનું કવરેજ કરી રહેલા રાષ્ટ્રીય ચેનલ ના પત્રકારો જોડે પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું.ઘટના અંગે વરાછા પોલીસે જાણવાજોગ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી સુરત

error: