ભરૂચમાં માય લિવેબલ પ્રોજેકટ શરૂ
100થી વધુ શ્રમિકો સફાઈ કામગીરીમાં જોતરાયા
શ્રમિકોને ગુજરાન ચલાવવા ભારે મુશ્કેલી પડી
જાગૃત નાગરિકોએ નાયબ કલેકટરને આવેદન
ભરૂચમાં માય લિવેબલ પ્રોજેકટ અંતર્ગત શહેરના 40 કિલોમીટરના જાહેર રસ્તાઓની સાફ સફાઈની કામગીરી કરતાં શ્રમિકોને ત્રણ મહિનાથી પગાર ચુકવવામાં નહિ આવતા શ્રમિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.આ બાબતે શ્રમિકોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપીને પગાર ચુકવવામાં રજૂઆતો કરી હતી.
ભરૂચમાં જોરશોરથી શહેરને ક્લીન બનાવવા માટે 20 જેટલી કંપનીઓના સહયોગથી જિલ્લા કલેકટરની આગેવાનીમાં માય લીવેબલ ભરૂચ નામનો પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો.જેમાં 100 થી વધુ શ્રમિકોને સફાઈ કામગીરી માટે રાખી શહેરની 40 કિલોમીટરના વિસ્તારમાં આવતાં જાહેર માર્ગોની સફાઈ કરીને સ્વચ્છ બનાવવા માટેની કામગીરીમાં જોતરાયા હતાં.આ પ્રોજેકટની તમામ જવાબદારીઓ ઈન્દોર શહેરથી આવેલી નિસી ગોયેલને પ્રોજેકટ મેનેજર તરીકે સોંપવામાં આવી હતી.પરંતુ શહેરને દિવસ રાત કામગીરી કરીને સ્વચ્છ બનાવનાર શ્રમિકોને છેલ્લા ત્રણ મહિનાથી કોન્ટ્રાક્ટર દ્વારા પગાર નહિ ચૂકવવા આવતા શ્રમિકોને ગુજરાન ચલાવવા ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે.આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો આવી રહ્યા હોય અને વતન જવાનું હોય તકલીફમાં મુકાયા હતાં.આ શ્રમિકોએ પગાર મેળવવા સુપરવાઈઝર વિશાલ અને ચિંતનને અને કોન્ટ્રાક્ટર રિષભ માથુરને કરી હતી.જેમાં તેમના દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે,નિશી મેડમ જ્યારે પેમેન્ટની ચૂકવણી કરશે ,ત્યારે પગાર ચૂકવવાનો ઉડાઉ જવાબ આવ્યો હતો.જેથી વિડમમણામાં મુકાયેલા 30 જેટલા શ્રમિકોએ બુધવારના રોજ જાગૃત નાગરિક સેજલ દેસાઈની આગેવાનીમાં નાયબ કલેકટરને આવેદનપત્ર આપીને વહેલી તકે પગાર ચૂકવી દેવાની માંગ કરાઈ હતી.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ