Satya Tv News

YouTube player

રાજયના ચૂંટણીપંચ દ્વારા લોકસભા બેઠક
EVM,વીવીપેટની ચકાસણી અંતર્ગત બેઠક
પોલીસ બંદોબસ્ત વચ્ચે મશીનોની ચકાસણી શરૂ
તમામ મશીનોની ચકાસણી ૨૦થી વધુ દિવસ ચાલશે

લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે રાજયના ચૂંટણીપંચ દ્વારા ઈવીએમ અને વીવીપેટની ચકાસણી માટે આદેશ કરવામાં આવતા જીલ્લામાં ફાળવવામાં આવેલા ઈવીએમ અને વીવીપેટની ચકાસણી અંતર્ગત ભરૂચ લોકસભા બેઠક માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે મશીનોની ચકાસણી શરૂ કરવામાં આવી હતી.

લોકસભાની ચૂંટણીને લઈ હવે રાજ્ય અને કેન્દ્ર ચૂંટણી પંચ સજ્જ થવા જઈ રહ્યું છે.૨૦૨૪ ની સંભવત એપ્રિલમાં યોજાનારી ચૂંટણીઓને લઈ ગુજરાત ચૂંટણી પંચે રાજ્યના તમામ જીલ્લાઓને કામગીરીનું સૂચન કર્યું છે.રાજ્યના તમામ જીલ્લાને ફાળવવામાં આવેલા ઈવીએમ અને વીવીપેટની ચકાસણી કરવા સૂચન અપાયું છે.ભરૂચ જીલ્લા ચૂંટણી અધિકારીએ ભરૂચના વેરહાઉસમાં સીલબદ્ધ સુરક્ષામાં મુકાયેલા ઈવીએમ અને વીવીપેટ મશીનો ફર્સ્ટ લેવલ ચેકીંગ માટે ૪૦ થી વધુ સ્ટાફની ડ્યુટી ફાળવી દીધી હતી. અને સવાર થી જ ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં શરૂઆત કરવામાં આવી હતી..ઈવીએમ અને વીવીપેટ મશીનોની ચકાસણી કરવામાં આવી રહી છે.જે તમામ મશીનોની ચકાસણી આગામી ૨૦ થી વધુ દિવસ સુધી ચાલનાર છે.જેમાં વર્ગ ૧ થી લઈ પટાવાળા સહિતના સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: