Satya Tv News

YouTube player

હઝરત બાવાગોર દરગાહનો ૮૦૦ વર્ષ જુનો ચશ્મો
તા.૧૨ OCTને ગુરૂવારના પરંપરાગત વિધિથી વધાવશે
ચશ્મો વધાવવાના દિવસે ભરાય છે ભવ્ય મેળો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામથી ત્રણ કિલોમીટર દુર પહાડ પર આવેલ સુફીસંત હઝરત બાવાગોર બાવાની દરગાહ શરીફનો ચશ્મો તા.૧૨-૧૦ ને ગુરૂવારના રોજ બપોરના ૩ કલાકે વધાવવામાં આવશે.

આ ચશ્મો (પાણીનો કુંડ) હઝરત બાવાગોર દાદાના સમયથી ૮૦૦ વર્ષથી પહાડ પર મોજુદ છે, અને દરવર્ષે ભાદરવા મહિનાના છેલ્લા ગુરૂવારે પરંપરાગત ફુલ, ધાણી અને નાળિયેરથી ચશ્મો વધાવવામાં આવે છે. આ અંગે વધુમાં જણાવાયા અનુસાર હઝરત કમાલુદ્દિન બાવા રિફાઇ- વડોદરા અને બાવાગોર દરગાહની જગ્યાના હાલના ગાદી નશીન હઝરત જાનુબાપુના હસ્તે પરંપરાગત ચશ્મો વધાવવાની વિધિ સંપન્ન કરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે હઝરત બાવાગોરની દરગાહે ભારતભરમાંથી શ્રધ્ધાળુઓ દરગાહના દર્શને આવે છે. અને હઝરતની મુબારક દુઆઓનો લાભ લે છે. દરરોજ દરગાહે મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે, જ્યારે દર ગુરૂવાર અને રવિવારે આ સ્થળે મોટું માનવ મહેરામણ ઉમટે છે. આ સ્થળે દરગાહના વાર્ષિક ઉર્સની ઉજવણી પ્રસંગે તેમજ ચશ્મો વધાવવાના દિવસે એમ બે વાર ભવ્ય મેળાઓ ભરાય છે.બાવાગોર આવવા માટે ઝઘડિયા રાજપારડી અને રતનપુરથી વાહનોની સગવડ મળે છે.

વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા

error: