ડેન્ગ્યુ વાયરસના કારણે સામે આવ્યા ઘણા કેસ
દવાનો છંટકાવ કરવા,સ્વચ્છતા જાળવવા માંગ ઉઠી
ન.પા,આરોગ્ય વિભાગ જાગૃતિ દાખવે તેવી લોકમાંગ
ડભોઇ શહેરમાં કેટલાક વિસ્તારોમાં ડેન્ગ્યુ વાયરસના કારણે ડેન્ગ્યુ તાવ અને મચ્છરજન્ય રોગને કારણે અનેક કેસ સામે આવ્યા છે ,ત્યારે નગરપાલિકા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા વધુ આ રોગ માથું ઉચકે તે પહેલા ઠેરઠેર દવાનો છંટકાવ કરવા અને સ્વચ્છતા જાળવવા જાગૃતિ લાવે તેવી લોક માંગ ઉઠી છે.
ડેન્ગ્યુ તાવના દર્દીઓમાં આ પ્રકારની ફોલ્લીઓ/ RASHES સામાન્ય રીતે જોવા મળે છે. ત્યારે ડેન્ગ્યુ તાવ એ મચ્છરજન્ય ઉષ્ણકટિબંધીય રોગ છે .જે ડેન્ગ્યુના વાયરસને કારણે થાય છે.સામાન્યપણે આમાં તીવ્ર તાવ, માથાનો દુખાવો,ઉલટી,સ્નાયુ અને સાંધાનો દુખાવો અને ત્વચામાં ખંજવાળ અને ત્વચા પર ફોલ્લીઓનો સમાવેશ થઈ શકે છે.રિકવરીમાં સામાન્ય રીતે બેથી સાત દિવસનો સમય લાગે છે.નાના પ્રમાણમાં,આ રોગ વધુ ગંભીર ડેન્ગ્યુ હેમરેજિક તાવમાં પરિણમે છે, જેના પરિણામે રક્તસ્રાવ થાય છે, બ્લડ પ્લેટલેટ્સનું નીચું સ્તર અને બ્લડ પ્લાઝ્મા લીકેજ થાય છે, અથવા ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ થાય છે, જ્યાં ખતરનાક રીતે નીચું બ્લડ પ્રેશર થાય છે,ત્યારે ડભોઇ નગરપાલિકા તંત્ર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા વહેલી તકે જાગૃતિ દાખવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ