આંગણવાડી બહેનોનો કલેકટર કચેરીએ ઉગ્ર દેખાવો
સપ્ટેમ્બર 22 માં થયેલ સમાધાનનો અમલ
આંગણવાડીના વર્કરોના પ્રશ્નો અંગે બેઠકો યોજી
વિવિધ પડતર માંગણીઓનાં મુદ્દે કરી રજૂઆત
આંગણવાડી કેન્દ્રોને તાળાબંધીની ચીમકી
આંગણવાડી બહેનોએ નિયમિત પગાર સહિતની પડતર માંગણીઓના મુદ્દે કલેકટર કચેરી ખાતે ઉગ્ર દેખાવો કરી મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્ર પાઠવી પંદર દિવસ બાદ આંગણવાડી કેન્દ્રોને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી હતી.
ભરૃચ કલેકટર કચેરી ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ એકત્રિત થયેલ બહેનોએ સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર દેખાવો કર્યા હતા.તેઓએ સપ્ટેમ્બર ૨૦૨૨ માં થયેલ સમાધાનનો અમલ કરવા તથા આંગણવાડીના વર્કરોના પ્રશ્નો અંગે બેઠકો યોજી તેનો ઉકેલ લાવવા તેમજ તમામ બાકી બીલો તાત્કાલીક ચૂકવવા અને પગાર નિયમિત કરવા જેવી વિવિધ પડતર માંગણી ઓનાં મુદ્દે રજૂઆત કરી હવે આંગણવાડી વર્કર હેલ્પરની ધીરજનો અંત આવ્યો હોવા નું જણાવ્યું હતું. રૂ.દસ હજાર બોનસ સહિત અન્ય પડતર માંગણીઓ અંગે આંગણવાડી બહેનોના પડતર પ્રશ્નો અંગે દસ દિવસ માં બેઠક બોલાવી નિરાકરણ લાવવાની માંગ કરવા સાથે તેમ નહી કરવામાં આવે તો પંદર દિવસ બાદ આંગણ વાડી કેન્દ્રોને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ