ટેકનોલોજીમાં માસ્ટર બનતી આ પેઢીના અનેક વીડિયો, ફોટો આપણે સોશિયલ મીડિયા ઉપર જોતા હોય છે.આવી જ એક વિચારતા કરી મુકતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.જાણો આગળ
આઠ વર્ષના બાળકે તેના પિતાથી નારાજ થઈને પિતાની બોલી લગાવી દીધી છે. એટલે કે તેને પિતાને વેંચવા કાઢયા છે. વાયરલ તસ્વીરમાં તસવીરમાં તમે જોઈ શકો છો કે બાળકે તેના ઘરના દરવાજા પર “ફાધર ઓન સેલ” ની નોટિસ ચિપકાવી દીધી છે. જેમાં તે તેના પિતાને બે લાખ રૂપિયામાં વેચી રહ્યો છે. એમ પણ લખ્યું હતું.વધુમાં જો કોઈ તેને ખરીદવા હોય તો ઘરની ઘંટડી વગાડી સંપર્ક કરી શકે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ નોટિસ વાંચ્યા બાદ લોકો જાતજાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો ઈમોજીસ મારફતે પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે આજે મેં ઇન્ટરનેટ પર જોયેલી આ સૌથી મજેદાર વસ્તુ છે. આ સાથે અન્ય એક યુઝરે કટાક્ષ કર્યો છે. આમ જુદી જુદી પ્રતિક્રિયા લોકો આપી રહ્યા છે. આ વાયરલ તસ્વીર X પર 25 હજારથી વધુ લોકોએ નિહાળી છે. જ્યારે સેંકડો લોકોએ તેને લાઈક પણ આપી છે.