Satya Tv News

પોતાની જીવથી વ્હાલી પત્ની પ્રિયા કુમારીને શ્રમિક પતિએ 2.5 લાખ રૂપિયાનું દેવુ લઈને નર્સનો અભ્યાસ કરાવ્યો જેથી પત્ની અને તેના પરિવારનું ભવિષ્ય સુધરી શકે. નર્સિંગના અભ્યાસ બાદ તેની પત્નીએ પોતાના શ્રમિક પતિ સાથે બેવફાઈ કરી. નર્સિંગના અંતિમ વર્ષમાં પહોંચીને પત્ની પ્રિયા કુમારીએ પતિને દગો આપ્યો અને બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ. બોયફ્રેન્ડ સાથે દિલ્હીના એક મંદિરમાં લગ્ન કરી લીધા. લગ્નના ફોટો તેણે અલગ અલગ લોકોના માધ્યમથી પોતાના પતિ ટિંકૂ યાદવ સુધી પહોંચાડ્યા.

ટિંકૂને ખબર પડી કે બન્ને ભાગીને દિલ્હી પહોંચી ગયા છે. ત્યાંના કોઈ મંદિરમાં લગ્ન કરી લીધા છે. તેના ફોટો સોશિયલ મીડિયાની સાથે સાથે અન્ય સ્ત્રોતથી ટિંકૂ સુધી પહોંચાડ્યા. ત્યાર બાદ પીડિત પતિ ટિંકૂ યાદવે પોલીસની પાસે પહોંચીને ન્યાયની અપીલ કરી. સાથે જ પીડિત પતિએ ફ્રોડ પત્ની પાસેથી અભ્યાસમાં ખર્ચ થયેલા લાખો રૂપિયા પરત આપવાની માંગ કરી છે.

error: