Satya Tv News

શિમલા : હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં સ્થિત વિશ્વની સૌથી જૂની શાળાઓમાંની એક ધ લોરેન્સ સનાવર સ્કૂલમાં ત્રણ દિવસીય સ્થાપના દિવસની શરૂઆત થઈ છે. અહીં 2જી ઓક્ટોબરથી ત્રણ દિવસ માટે સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમો શરૂ થયા છે.

સ્થાપના દિવસની શરૂઆતમાં ગાંધી જયંતિ નિમિત્તે એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પહેલા સમગ્ર શાળાને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી હતી. સમગ્ર કેમ્પસનો રાત્રીનો નજારો જોવાલાયક હતો. 2 ઓક્ટોબરે જ 1998, 1973, 1963 અને 1958 બેચના જૂના વિદ્યાર્થીઓ પણ ભેગા થયા હતા.

મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી સુખવિંદર સુખુ બુધવારે કાર્યક્રમની અધ્યક્ષતા કરશે, અને પરેડનું નિરીક્ષણ કરશે, અને વિદ્યાર્થીઓને પુરસ્કાર પણ આપશે.

હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં કસૌલીની ખીણોમાં 15 એપ્રિલ 1847ના રોજ 14 બાળકો સાથે આ શાળાની સ્થાપના કરવામાં આવી હતી.

વર્ષ 1853માં શાળામાં બાળકોની સંખ્યા વધીને 195 થઈ. અને આ શાળાને કિંગ્સ કલર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે, આ શાળા અંગ્રેજ સૈનિકોના બાળકો માટે ખોલવામાં આવી હતી.

વર્ષ 1858 માં, આ શાળાનું નામ લશ્કરી આશ્રય શાળા રાખવામાં આવ્યું, પછી 1920 માં લોરેન્સ રોયલ મિલિટરી શાળા અને પછીથી 1949 માં તેનું નામ ધ લોરેન્સ સનાવર શાળા રાખવામાં આવ્યું. ડબલ્યુજે પાર્કર તેના પ્રથમ આચાર્ય હતા.

આ શાળા લગભગ 139 એકરમાં ફેલાયેલી છે. જે ટેકરીઓની ટોચ પર આવેલું છે. ભારત અને વિદેશની અનેક હસ્તીઓએ અહીં અભ્યાસ કર્યો છે. એવું કહેવાય છે કે, તે ભારતની સૌથી મોંઘી શાળાઓમાંની એક છે.

ઘણા પ્રખ્યાત લોકોએ પણ લોરેન્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. જેમાં બોલિવૂડ એક્ટર સંજય દત્ત, જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લા, એક્ટર વિદ્યુત જામવાલ, એક્ટર સૈફ અલી ખાન, પૂજા બેદી, એક્ટર વીર દાસ, નેતા મેનકા ગાંધી, પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર સિંહ, પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર સિંહ બાદલ, ઘણા લોકો સામેલ છે. હીરો સાયકલના એમડી પંકજ મુજલ અને નેસ વાડિયા સહિતના લોકો સામેલ છે.

હાલમાં આ શાળા CBSE સાથે જોડાયેલી છે. આ શાળાના બાળકો માઉન્ટ એવરેસ્ટ ચઢનાર સૌથી નાની વયના પણ બની ગયા છે. હાલમાં હિંમતસિંહ ધીલો તેના આચાર્ય છે.

error: