Satya Tv News

આ બાબતે રાજકોટ જીલ્લા કલેક્ટર પ્રભવ જોષી દ્વારા આજે રાજકોટ કલેક્ટર ઓફીસ ખાતે ગરબા આયોજકો, આઈએમએનાં ર્ડાક્ટર, રેડક્રોસનાં ર્ડાક્ટર, મેડીકલ કોલેજનાં ર્ડાક્ટર, સાંસદ સભ્યની હાજરીમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીનું જે જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં નીચે મુજબની સુવિધાઓ હોવી જરૂરી છે. જેમાં સીપીઆરની તાલીમ આપેલો સ્ટાફ હોય,દરેક ગરબા સ્થળ ઉપર એક મેડીકલ કાઉન્સીલર હોય,એમ્બ્યુલન્સને આવવા જવાની વ્યવસ્થા હોય,તેમજ સીપીઆરની જાગૃતતા માટે વીડિયોનું નિદર્શન આ તમામ મુદ્દાઓ બાબતે ગરબા આયોજકોને સૂચના આપવામાં આવી છે.

તેમજ આ મીટીંગમાં 108 ની ટીમનાં પ્રતિનિધિ હાજર હતા. તેમને પણ સૂચના આપવામાં આવી છે કે જ્યાં પાંચ થી દસ હજાર જેટલું મોટું ગરબાનું આયોજન થયું હોય ત્યાં હોટસ્પોટ તરફ ધ્યાન રાખવું જોઈએ. તેમજ વહેલામાં વહેલી તકે ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

IMA તરફથી પણ એમનાં પ્રતિનિધિ હાજર હતા. તેમણે પણ તાલીમમાં પૂરો સહકાર આપવાનું કીધું છે. તેમજ સ્વૈચ્છીક રીતે પણ ર્ડાક્ટરો અમારી સાથે જોડાવાનાં છે. અને ગરબા સ્થળે તેમની ટીમ સાથે મેડીકલની સેવા આપશે.

108 માં પણ જરૂરી સુવિધાઓ સાથે AED મશીન સાથે જરૂરી મેડીસીન સાથે રાખવામાં આવશે. રાજકોટમાં જીલ્લામાં કુલ 42 ઈમરજન્સી 108 છે. જેમાંથી 22 ઈમરજન્સી 108 રાજકોટ શહેરમાં છે. હાર્ટ એટેકનાં કેસને લઈ તબીબોને ભાજપ ખડે પગે રાખશે. વધતા હાર્ટ એટેકનાં કેસને લઈ આયોજકોને પણ સૂચના આપી છે. તેમજ અર્વાચીન રાસોત્સવમાં તબીબો રાખવા પણ સૂચના આપવામાં આવી છે. મેડિકલ કોલેજનાં સ્ટુડન્ટસને પણ નવરાત્રી ગ્રાઉન્ડમાં ડ્યુટી ફાળવવા માટે સિવિલ સુપ્રિટેન્ડન્ટ સાથે ચર્ચા કરવામાં આવશે.

error: