મહારાષ્ટ્રના મુંબઈમાં એક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 45 લોકો દાઝી ગયા હતા, જેમાંથી 7ના મોત થયા હતા.આગની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બિલ્ડિંગમાં લાગેલી આગને ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જે બિલ્ડીંગમાં આગ લાગી તે મુંબઈના ગોરેગાંવમાં આવેલી છે. સાથે જ સ્થળ પર અરાજકતાનો માહોલ છે. રેસ્ક્યુ ટીમ સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે ઈમારતમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે. સાથે જ આગને વહેલી તકે ઓલવવાના પ્રયાસો ચાલુ છે.