Satya Tv News

ભારતીય હોકી ટીમે ગોલ્ડ મેડલ પર પોતાનો કબ્જો જમાવી દીધો છે.આ ગોલ્ડ મેડલ સાથે ભારતીય હોકી ટીમે વર્ષ 2024 માં પેરિસમાં રમાનાર ઓલમ્પિકમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી દીધું છે. ત્યારે જાપાન અને ભારત વચ્ચે રમાયેલ રમતની વાત કરીએ તો બંને ટીઓ ક્વાર્ટરમાં ગોલ કરી શકી ન હતી. જે બાદ બીજા ક્વાર્ટરમાં 25 મિનિટ બાદ ભારત તરફથી પહેલો ગોલ કરવામાં આવ્યો હતો. મનદીપ સિંહે આ ગોલ કરીને ભારતને 1-0 ની લીડ અપાવી હતી. આ રીતે મેચનાં અડધા ટાઈમમાં ભારતીય ટીમે સારી એવી મજબૂત પકડ બનાવી લીધી હતી.

ત્યારબાદ ત્રીજા ક્વાર્ટરમાં 32મી મિનિટે ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે બીજો ગોલ કરીને ભારતને 2-0ની સરસાઈ અપાવી હતી. ત્યારે ત્રીજા ક્વાર્ટરના અંત પહેલા અમિત રોહિદાસે ભારત માટે ત્રીજો ગોલ કર્યો હતો. આ રીતે ભારતે ત્રીજા ક્વાર્ટર સુધી 3-0ની સરસાઈ મેળવીને પોતાની જીત લગભગ નિશ્ચિત કરી દીધી હતી.

error: