Satya Tv News

અમદાવાદની પાંચ સ્કૂલો દ્વારા 308 જેટલા વિદ્યાર્થીઓની જિલ્લા શિક્ષણાધિકારી (DEO) સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. સ્કૂલો દ્વારા વાલીઓના ઈન્કમટેક્સ રિટર્ન ચેક કરવામાં આવતા સમગ્ર મામલો ઉઘાડો પડ્યો હતો. 308 સક્ષમ વાલીઓએ RTE હેઠળ પ્રવેશ માટે નકલી ડોક્યુમેન્ટ બનાવ્યાનો ખુલાસો થયો છે.અમદાવાદની ઉદગમ સ્કૂલ, ઝેબર સ્કૂલ , આનંદ નિકેતન સ્કૂલ , ગ્લોબલ ઈન્ડિયા સ્કૂલ દ્વારા કુલ 308 બાળકોના પ્રવેશ લઈને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ફરિયાદ કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓના વાલીઓની નિયત આવક મર્યાદા કરતા વધુ હોવા છતાં તેઓએ ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે પોતાના બાળકોનું એડમિશન કરાવ્યું હોવાની ડીઈઓ સમક્ષ રજૂઆત કરી છે.

સ્કૂલો દ્વારા RTE અંતર્ગત પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓના વાલીઓના ઈન્કમટેક્સ રિટર્નની તપાસ કરાવવામાં આવતા વાલીઓની સાચી આવકનો ભાંડો ફૂટ્યો હતો. જે બાદ શાળાઓ દ્વારા આ વિદ્યાર્થીઓની યાદી બનાવીને જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. સ્કૂલોની ફરિયાદના આધારે DEO દ્વારા તમામ વાલીઓને રૂબરૂ બોલાવવામાં આવશે.

error: