બેંગ્લોર રહેતું અને આઈટીની નોકરી કરતું કપલ ખાનગીમાં એકબીજાને છેતરી રહ્યું હતું. તેઓ બન્ને બહાર પોતાની શારીરિક ભૂખ સંતોષતા હતા. બન્ને એક જ છત નીચે રહેતા હતા તેમ છતાં બહાર આડાસંબંધો રાખતા હતા. યુવાન આઈટીની નોકરીમાં સારું કમાઈ રહ્યો છે પરંતુ તે ખૂબ રંગીન મિજાજી હતો, તે પત્નીની જાણ બહાર પરસ્ત્રી સાથે સંબંધ રાખવાની ટેવવાળો હતો અને અવારનવાર તે કોલગર્લ સાથે હોટલોમાં જતો હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. પરંતુ એક દિવસ ખાનગી ખેલ પરથી પડદો હટી ગયો અને તેની પોલ પકડાઈ ગઈ પરંતુ સામે પક્ષે તેને પત્ની પણ આવું કામ કરે છે તેની પણ જાણ થઈ.
બેંગ્લોરમાં આઈટીના નોકરી કરતા રંગીન મિજાજી એક યુવાન વોટ્સએપથી કોલગર્લ બૂક કરાવી હતી. યુવાનને જણાવેલી હોટલમાં પહોંચી જવાનું જણાવાયું હતું. પતિ મહાશય બની ઠનીને નીકળ્યાં હતા. પરંતુ નહોતો જાણતો કે તેની વાટ લાગી જવાની છે. તેણે વોટ્સએપ દ્વારા જે કોલગર્લ બુક કરાવી હતી જે બીજું કોઈ નહી પરંતુ તેની પત્ની હતી. એટલે કે પત્ની ખાનગીમાં મોજ-શોખ માટે કોલગર્લનું કામ કરતી હતી. તેની પતિને ખબર નહોતી. પતિના ગયા બાદ પત્ની પણ વોટ્સએપ પર આ જ હોટલમાં જવાનું જણાવાયું હતું એટલે કે તે પણ ભડકાઉ કપડાં પહેરીને જણાવેલ હોટલના રુમમાં પહોંચી હતી. અંદર પતિ કોલગર્લને પ્રતિક્ષા કરતો હતો. પત્નીએ રુમમાં પગ મૂકતાં જેવી નજર નાખી કે તેના હોશ ઉડી ગયા હતા, આ બાજુ યુવાને પણ તેની જ પત્નીને ઊભેલી જોતા તેને સાપ કરડ્યો હોય તેવો આંચકો લાગ્યો હતો. પરંતુ હવે બન્નેને ખબર પડી ગઈ હતી કે તેઓ બન્ને એકબીજાને છેતરી રહ્યાં છે. વાક બન્નેનો હતો છતાં પણ હોટલમાં તેમની વચ્ચે ખૂબ ઝગડો થયો. તેઓ એકબીજા પર ગંદા ગંદા આક્ષેપો પણ કરવા લાગ્યાં હતા. પતિએ તો પત્નીને વૈશ્યા સુધી કહી દીધું હતું તો સામે પક્ષે પત્નીએ પણ તેને હલકટ ગણાવ્યો હતો. કપલને ઝગડતાં જોઈને હોટલનો સ્ટાફ દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ જાણતાં તેમને પણ ભારે નવાઈ લાગી. પછી તો આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા જેવો ઘાટ થયો અને માંડ કપલને શાંત પાડીને ઘેર મોકલાયું.