Satya Tv News

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ 20 વર્ષીય જય ચૌહાણ અકસ્માતનાં 70 દિવસ બાદ પણ ગુમસુમ છે. અકસ્માતનાં 70 દિવસ બાદ પણ જય ચૌહાણ હજુ પથારીવશ છે. ત્યારે જયને ઝાયડસ હોસ્પિટલ દ્વારા ઘરે જવાની રજા આપી દીધી છે. ત્યારે 2 મહિનાની સારવાર અને લાખો રૂપિયાનો ખર્ચ છતાંય પરિણામ શૂન્ય છે. જયનો પરિવાર હજુ પણ આ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી. લાચાર માતા-પિતાની આંખોની સામે પુત્ર હજુ પણ પથારીવશ છે. જે જોઈ પિતા ભાઈલાલ ચૌહાણ પુત્રની પરિસ્થિતિ જોઈ હિંમત હારી ગયા છે. 20 વર્ષનાં નિર્દોષ જય ચૌહાણની હાલત જોઈને પરિવાર ગમગીન છે. ઈશ્વર ભરોસે જય બોલશે તેવી આશા સાથે હાલ પરિવાર લાચાર છે.

જય ચૌહાણનાં પિતા ભાઈલાલા ચૌહાણે પુત્રની આવી સ્થિતિને વાતચીત દરમ્યાન નિવેદન આપ્યું છે કે, અમે 70 દિવસથી પીડાઈ રહ્યા છીએ. ત્યારે ઝાયડસ હોસ્પિટલ દ્વારા જય ચૌહાણને ઘરે જવા રજા આપી દીધી છે. તેમજ આગળની સારવાર માટે પરિવારને સિવિલ હોસ્પિટલ જવાનું કહેવાયું છે. અમે માનસિક અને આર્થિક બંને રીતે ભાંગી ગયા છે. જય ક્યારે બોલતો થશે તેની રાહ જોઈ રહ્યા છીએ. તેમજ બેફામ ગાડી ચલાવનારા તથ્યને કડક સજા થવી જોઈએ તેવી યુવકનાં પિતા દ્વારા માંગણી કરી છે. જય કોઈને ઓળખી શકતો નથી. બોલી શકતો નથી. સબંધીઓએ અમને મદદ કરવા કહ્યું છે. ત્યારે હાલ તો જયની ઘરે સારવાર કરી રહ્યા છે. બેફામ ગાડી ચલાવનારને કડક સજા થવી જોઈએ. ત્યારે હવે અમને તમામ આશા ભગવાન પર છે.

error: