Satya Tv News

YouTube player

હાંસોટમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી
પ્રાથમિક શાળા સાહોલમાં કરી ઉજવણી
વન્ય પ્રાણીઓના મહત્વ વિષે આપી માહિતી
આચાર્ય,શાળા પરિવાર,ગામજનો રહ્યા હાજર 

હાંસોટમાં આજરોજ પ્રાથમિક શાળા સાહોલમાં ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

મેં.નાયબ વન સંરક્ષક, ભરૂચ ઉર્વશી પ્રજાપતિ દ્વારા લોકોમા વન્યપ્રાણી વિશે જાગૃતિ ફેલાવવા તેમજ મહત્વ સમજાવવા સૂચના કરેલ તે મુજબ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અંકલેશ્વર, ડી.વી.ડામોરની સૂચના અને માર્ગદર્શન મુજબ વન વિભાગ અંકલેશ્વર રેન્જનાં પી.એન.પટેલ, બી.યુ.મોભ, એસ.જે.વસાવા, આર કે ત્રિવેદી તથા દયા ફાઉન્ડેશન ગ્રુપનાં કમલેશ પટેલ,બંકિન પટેલ, જય નાયક,ઋતિક વસાવા દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે પ્રાથમિક શાળા સાહોલમાં ઉજવણી કરવામાં આવી. સરીસૃપપ્રાણીઓ,પશુ પક્ષીઓ અને વન્યજીવોની ઓળખ અને વન્ય પ્રાણીઓનું મહત્વ અને તેને સબંધિત તમામ માહિતી ગ્રામજનોને જણાવીને માહિતગાર કરવામાં આવ્યા અને માનવ અને પ્રાણીઓ વચ્ચેના ઘર્ષણના નિવારણ માટે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.જેમાં આચાર્ય,શાળા પરિવાર તેમજ ગામજનો હાજર રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ હેમંત ચાસીયા સાથે પીરુ મિસ્ત્રી સત્યા ટીવી હાંસોટ

error: