Satya Tv News

YouTube player

દહેજ પંથકના જોલવા ગામે સ્કૂલ બસમાં ઝઘડો
૨ વિદ્યાર્થીનીઓ વચ્ચે સામાન્ય બાબતે થયો ઝઘડો
વિદ્યાર્થીનીને અપમાનિત કરતા તબિયત લથડી
વિદ્યાર્થીનીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઇ
અપશબ્દો બોલનાર વિદ્યાર્થીનીના પિતા સામે ગુનો

ભરૂચ દહેજ પોલીસ મથકના જોલવા ગામે વિદ્યાર્થીનીને જાતિ વિશે અપમાનિત કરતા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા સમગ્ર અનુસુચિત જાતિના લોકોની લાગણી દુર્ભાઈ છે.

ભરૂચ દહેજ પોલીસ મથકમાં વિદ્યાર્થીની માતા સુમિત્રા રાઠોડે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણી આક્ષેપ કર્યા છે, કે ધોરણ 12 માં અભ્યાસ કરતી તેમની વિદ્યાર્થીની દીકરી બસમાં શાળાએ અભ્યાસ અર્થે ગઈ હતી. અને બસમાં બેસવા બાબતે અન્ય વિદ્યાર્થીની સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી, જે અંગે વિદ્યાર્થીનીના પિતા વિજય અજીત બારડે ફરિયાદીની દીકરીને તેની જાતિ વિશે અપશબ્દ બોલી તેણીને અપમાનિત કરતા તેણીને લાગી આવતા તેની તબિયત લથડી ગઈ હતી. દીકરીને જાતિ વિશે અપમાનિત કરનારને બસ સ્ટેન્ડ નજીક ટોકવા જતા તેણે બસ સ્ટેન્ડ ઉપર જ વિદ્યાર્થીનીના પરિવારજનોને પણ જાતિ વિશે અપશબ્દો કહ્યા હતા ,જેનો વિડિયો સામે આવ્યો છે. અને વિદ્યાર્થીનીની તબિયત લથડી જતા તેણીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અને પોલીસે પણ જાતિ વિશે અપમાનિત કરનારનો વિડીયો વાયરલ થતાં તેની સામે વિદ્યાર્થીનીને જાનથી મારી નાખવા અને જાતિ વિશે અપમાનિત કરી અપશબ્દો બોલવાનો ગુનો દાખલ કરી આરોપી વિજય અજીત બારડની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

જોલવા ગામે બસમાં બેસવા બાબતે એક વિદ્યાર્થીનીના પિતાએ અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનીને અપમાનિત કરતા તેને લાગી આવતા તેની તબિયત લથડી ગઈ હતી. અને તેણીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જેના પગલે સારવાર લઈ રહેલી વિદ્યાર્થીનીની માસીએ તેની ભાણીને કંઈ પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આરોપી વિજય બારડની રહેશે તેમ મીડિયા સામે આક્રોશ ઠાલવ્યો છે.જેના પગલે આરોપી વિજય બારડની વહેલી તકે ધરપકડ કરવાની માંગ સાથે આવનાર સમયમાં આંદોલનનું રણસિંગું ફૂંકાય તેવા અણસારો પણ આપી દીધા છે.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: