શક્તિપ્રદર્શન રૂપી કોંગ્રેસની વિશાળ બાઇક રેલી
પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલનું ભવ્ય સ્વાગત
કાર્યકર સંમેલન,પદયાત્રા કરી કલેકટરને આવેદન
લોકસભાની બેઠક જીતવા કાર્યકરોને હાકલ
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલનું ભરૃચ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા હોટેલ ન્યાય મંદિર પાસે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.જે બાદ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકસભાની ચૂંટણીની કવાયતના ભાગરૂપે કોંગ્રેસ પણ સક્રિય થઈ છે .ભરૂચમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં બાઇક રેલી સહિતના કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા.જેના પગલે ભરૃચ જિલ્લા કોંગ્રેસમાં ઉત્સાહનો સંચાર થયો હતો.જેમાં ખૂબ મોટી સંખ્યામાં કોંગી અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા. બાઇક રેલી ઝાડેશ્વર મકતમપુર રોડ થઈ શકિતનાથ થઈ ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે પહોંચી હતી..જ્યાં કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં કાર્યકરોને લોકસભા બેઠક જીતવા માટે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તેમજ અન્ય અગ્રણીઓએ આહવાન કરવા સાથે સંગઠનલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તાજેતરના નર્મદાના પુરને માનવસર્જિત કહેવા સાથે પુર રાહતને મજાક રૂપ ગણાવી હતી..સંગઠન મજબૂત કરવા તેમજ લોકસભાની ની બેઠક જીતવાનો પ્રયાસ કરાશે તેમ પણ તેઓએ કહ્યું હતું.રાહુલ ગાંધી અંગે ભાજપની નકારત્મકતા થી તેઓની ઈમેજ બળવત્તર બનશે તેમ કહી ગુજરાતની જનતા નકારત્મક રાજકારણને સ્વીકારતી નથી તેવું કહ્યું હતું.બાદમાં રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર સામેના વિવિધ લોક સમસ્યા અને મુદ્દાઓને લઈ એક પદયાત્રાનું પણ આયોજન કરી કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને વિવિધ પ્રશ્નો અંગેનું એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રાણા, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા, જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અક્કુજી, કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાન, પ્રવક્તા નાજુ ફડવાલા, તેમજ શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા….
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ