કોશીયાકોલા વિસ્તારમાં ઘર ધરાશાયી થવાની ઘટના
ઘર ધરાશય થઈ જતાં ધારાસભ્ય મદદે પોહચ્યા
મનાવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું
વસાવા પરિવારને 15હજારનો ચેક આપી કરી મદદ
ગંગા સ્વરૂપ વસાવા પરિવારની રહેવાની છત તૂટી જતા ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા વાહરે આવી પંદર હજારની મદદ કરી મનાવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું
નેત્રંગ નગરમાં આવેલા કોશીયાકોલા વિસ્તારમાં થોડા દિવસ પેલા અચાનક ઘર ધરાશાયી થવાની ઘટના બની હતી, જે ઘરમાં શાંતાબેન રત્નસિંહ વસવા જેઓ એકલાં જ ગરીબીનાં ધોરણે જીવતાં હોય, અને પોતાનું ઘર પડી જવાથી જાણે માથે આભ તુટી પડ્યું હોય, તેવી સ્થિતિ થય જવા પામી હતી, જેની જાણ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાને થતાં પોતાના ઉદાર સ્વભાવ તથા ચુંટણી સમયે પોતાના આપેલ વચન પોતાના ધારાસભ્ય તરીકે નો જે પગાર હશે તે જરૂરિયાત મંદ મલોકોની જરૂરિયાતમાં જ વાપરીશ આજ વચન ની ભાવના થકી ગતરોજ ધારાસભ્ય એ તાત્કાલિક ધોરણે નેત્રંગ આવી વસાવા પરિવારને રૂપિયા પંદર હજાર ચેક પેટ આપતાં નગરમાં ખુશીની લાગણી ફેલાઈ જવા પામી હતી, ધારાસભ્ય રીતેશ વસાવા સાથે નેત્રંગ તાલુકા પંચાયતનાં નવનિયુકત પ્રમુખ વસુધા અને નેત્રંગ તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ મિતેશ પરમાર તેમજ નેત્રંગ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ હજાર રહ્યા હતા,
વિડીયો જર્નાલિસ્ટ મિતેષ આહીર સાથે સત્યા ટીવી નેત્રંગ