આશ્રમશાળા ઈલાજ ખાતે હેર કટીંગનો કાર્યક્રમ
115 બાળકોનો હેર કટીંગનો કાર્યક્રમ યોજાયો
બાળકોને વિનામૂલ્ય હેર કટીંગ કરી સેવા પૂરી પાડી
હાંસોટ તાલુકાની આશ્રમશાળા ઈલાજ ખાતે શાળામાં ભણતા 115 બાળકોનો હેર કટીંગનો કાર્યક્રમ યોજાયો.
હાસોટ તાલુકાની આશ્રમશાળા ઇલાવ ખાતે હેરડ્રેસીંગની ફ્રિંજ સલૂન શાળા સુરત દ્વારા આશરે 20 જેટલા સેવાભાવી સ્ટુડન્ટ દ્વારા આશ્રમશાળામાં ભણતા ટ્રાઇબલ વિસ્તારના બાળકોને વિનામૂલ્ય હેર કટીંગ કરી ઉમદા સેવા પૂરી પાડવા બદલ ધ પ્રિન્સ સ્કૂલ હેર ડ્રેસિંગના ઓનર તુષાર પટેલ તેમજ તેમની સમગ્ર ટીમનો હાંસોટ તાલુકા બી.આર.સી કોઓર્ડીનેટર અશોક જે પટેલ દ્વારા તેમજ આશ્રમ શાળાના આચાર્ય સુરેન્દ્ર ગામીત દ્વારા આવા સેવાભાવી ઉમદા કાર્ય બદલ આભાર માનવામાં આવ્યો હતો.
વિડીયો જર્નાલિસ્ટ હેમંત ચાસીયા સાથે પીરુ મિસ્ત્રી સાથે સત્યા ટીવી હાંસોટ