Satya Tv News

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને વાહન મશીન વગેરેથી સંભાળવું તેમજ સારા શુભ સમાચાર મળશે અને કરેલા રોકાણથી લાભ થશે, કામકાજમાં ફાયદો થશે

વૃષભ (બ.વ.ઉ.)
નોકરી અને રોકાણથી લાભ થશે તેમજ યાત્રા-પ્રવાસથી લાભ થાય અને પરોપકારના કામ કરવાથી શાંતિ મળે તેમજ માનસિક બેચેની જણાશે

મિથુન (ક.છ.ઘ.)
જોખમવાળા કામથી દૂર રહેવું અને ખર્ચનું પ્રમાણ અધિક જણાશે તેમજ શત્રુથી સામાન્ય પરેશાની જણાશે, અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ના કરવો

કર્ક (ડ.હ.)
રોકાયેલું ધન પ્રયાસ કરવાથી મળશે અને કામકાજમાં વૃદ્ધિ થશે તેમજ રોકાણ, વેપાર, અભ્યાસમાં સફળતા મળશે, આ રાશિના જાતકોને મનોબળ મજબૂત બનશે

સિંહ (મ.ટ.)
આ રાશિના જાતકોને નવા કામકાજથી લાભ થશે અને આત્મબળમાં વધારો થશે તેમજ કામકાજમાં ફાયદો થાય અને મન પ્રસન્ન રહેશે અને કામમાં જવાબદારી વધશે

કન્યા (પ.ઠ.ણ.)
ધાર્મિક યાત્રા કે પ્રવાસની સંભાવના છે તેમજ રાજકાજની રુકાવટો દૂર થશે અને ધનપ્રાપ્તિની સંભાવના પ્રબળ બને છે તેમજ કામકાજમાં સફળતા જણાશે

તુલા (ર.ત.)
આકસ્મિક લાભ થાય અને નવા રોકાણ માટે ઉત્તમ સમય છે અને વિવાદિત કાર્યોમાં પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે તેમજ મોટાની વાતને દિલ ઉપર ના લેવી

વૃશ્ચિક (ન.ય.)
જીવનસાથી ભાગીદારોનો સહયોગ મળશે અને વિરોધીઓ તમારાથી પરાજીત થશે તેમજ કોર્ટ કચેરી-પારિવારિક સંઘર્ષમાં સાચવવું અને વ્યર્થ વાણીવિલાસથી દૂર રહેવું

ધન (ભ.ધ.ફ.ઢ.)
સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે તેમજ સામાજિક કાર્યોમાં યશ પ્રભાવ વધશે અને વિવેકવાળા કામકાજમાં લાભ થશે તેમજ હરિફાઈવાળા કામમાં સફળતા મળશે

મકર (ખ.જ.)
મહેનતના પ્રમાણમાં સારી સફળતા મળશે અને ધંધામાં આવકની નવી તકો મળશે અને સંતાનોના પ્રશ્નોથી પરેશાની રહેશે, જવાબદારીમાં વધારો થશે સાથે લાભ પણ થશે

કુંભ (ગ.શ.સ.ષ.)
મશીનરી અને વાહન બાબતે સંભાળવું અને જોખમી કામકાજથી દૂર રહેવું તેમજ વેપાર વાણિજ્યમાં મધ્યમ જણાશે, કારકિર્દીની બાબતમાં સાવધાન રહેવું

મીન (દ.ચ.ઝ.થ.)
યાત્રા-પ્રવાસ કે ફરવાથી લાભ થશે અને માન,પાન,પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે તેમજ રોકાયેલા કાર્યોમાં ગતિ મળશે અને હોંશિયારીથી કામમાં ધ્યાન આપવું

error: