હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા અને લેડી ગવર્નર જાનકી શુક્લા અને તેમની સાથે પધારેલા મહેમાનો વડોદરાથી એકતાનગર વી.વી.આઈ.પી.સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા નાંદોદના પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી અને નાયબ કલેકટર પ્રોટોકોલ એન.એફ. વસાવા દ્વારા રાજ્યપાલનું પુષ્પગુચ્છથી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું સર્કિટ હાઉસથી સાંજે માન. રાજ્યપાલ સીધા સરદાર સરોવર ડેમ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યાં સરદાર સરોવર ડેમના મુખ્ય ઈજનેરશ રાજેન્દ્ર કાનુન્ગોએ સરદાર સરોવર ડેમ અંગે વિસ્તૃત જાણકારી આપીને માહિતગાર કર્યા હતા
હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા સરદાર સરોવર ડેમથી સીધા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં SOU ના ગાઈડ ઝુબિન ગમીર દ્વારા સરદાર સાહેબની પ્રતિમા નિર્માણ અને સમયબદ્ધ રીતે કરેલી કામગીરી અને વિવિધ પ્રકલ્પો વિશે રાજ્યપાલને વાકેફ કર્યા હતા. અને સરદારના જીવન, કવન, પ્રદર્શન તથા ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ નિહાળીને સરદાર સાહેબે કરેલા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેશની એકતા અને અખંડિતતાના કાર્યોથી ફિલ્મના માધ્યમથી અવગત થયા હતા અને વ્યૂઈંગ ગેલેરી પરથી ડેમ દર્શન, નર્મદા મૈયાના દર્શન તથા સરદારના ચરણોમાં સમૂહ તસવીર અને સેલ્ફી યાદગીરી રૂપે લીધી હતી. અને ત્યારબાદ અભિપ્રાય બુકમાં સરદાર સાહેબના કાર્યો અને પ્રતિમા દર્શન અને મુલાકાતથી ધન્યતા અનુભવી હતી.
વિડીયો જર્નાલિસ્ટ વસિમ મેમણ સાથે સત્યા ટીવી તિલકવાડા