Satya Tv News

અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના કારણે ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, તાલિબાનના પ્રવક્તા મુજબ અફઘાનિસ્તાનના પશ્ચિમમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં લગભગ 2,000 લોકો માર્યા ગયા છે. આ તરફ પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ઈરાની સરહદ પાસે આવેલા આ શક્તિશાળી ભૂકંપ બાદ મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી છે.

પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ઈરાની સરહદ પાસે ધરતીકંપને કારણે હેરાત શહેરથી લગભગ 40 કિમી દૂર આવેલા કેટલાંક ગામોનો નાશ થયો હતો. ઘણી ઇમારતોને નુકસાન થયું છે. અને લોકો હજુ પણ કાટમાળમાં ફસાયેલા છે. ઓછામાં ઓછા ત્રણ શક્તિશાળી આંચકા લોકોએ અનુભવ્યા હતા. બચી ગયેલા લોકોએ ભયાનક દ્રશ્યોનું વર્ણન કર્યું અને કહ્યું કે, ઓફિસની ઇમારતો પહેલા હલી ગઈ અને પછી અચાનક ધસી પડી હતી.

આ તરફ દેશના માહિતી અને સંસ્કૃતિ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ વાહિદ રાયાને જણાવ્યું હતું કે, હેરાતમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક મૂળ અહેવાલ કરતાં વધુ છે. તાત્કાલિક મદદની અપીલ કરતાં તેમણે કહ્યું કે, લગભગ છ ગામો નાશ પામ્યા છે. અને સેંકડો નાગરિકો કાટમાળ નીચે દટાયા છે. એક અપડેટમાં જણાવાયું છે કે, 465 ઘરો નાશ પામ્યા છે અને 135 અન્યને નુકસાન થયું છે.

આ તરફ એક વ્યક્તિએ કહ્યું, ઘર, ઓફિસ અને દુકાનો બધી ખાલી છે અને વધુ ભૂકંપ આવવાની શક્યતા છે. જ્યારે મને ભૂકંપનો આંચકો આવ્યો ત્યારે હું અને મારો પરિવાર અમારા ઘરની અંદર હતા. મારો પરિવાર ચીસો પાડવા લાગ્યો અને ડરીને ઘરની બહાર ભાગી ગયો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે, અફઘાન ઘાયલોને હોસ્પિટલો સુધી પહોંચાડવા માટે 12 એમ્બ્યુલન્સ કાર ઝેન્ડા જાન માટે રવાના કરવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓની ટીમો હોસ્પિટલોમાં ઘાયલોની સારવાર કરવામાં અને વધારાની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવામાં મદદ કરી રહી છે.

error: