Satya Tv News

YouTube player

હિ.પ્ર.ના રાજ્યપાલ,લેડી ગવર્નર SOUની મુલકાતે
V V I P સર્કિટ હાઉસ ખાતે પહોંચતા સ્વાગત કરાયું
SOUના વિવિધ પ્રકલ્પો વિશે રાજ્યપાલને કર્યા વાકેફ

હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લાએ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની લેડી ગવર્નર સાથે ભાવસભર મુલાકાત લીધી.

હિમાચલ પ્રદેશના રાજ્યપાલ અને લેડી ગવર્નર અને તેમની સાથે પધારેલા મહેમાનો વડોદરાથી એકતાનગર VVIP સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા નાંદોદના પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી અને નાયબ કલેકટર પ્રોટોકોલ એન.એફ. વસાવા દ્વારા રાજ્યપાલનું પુષ્પગુચ્છથી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું.

હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા સરદાર સરોવર ડેમથી સીધા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં SOU ના ગાઈડ ઝુબિન ગમીર દ્વારા સરદાર સાહેબની પ્રતિમા નિર્માણ અને સમયબદ્ધ રીતે કરેલી કામગીરી અને વિવિધ પ્રકલ્પો વિશે રાજ્યપાલને વાકેફ કર્યા હતા. અને સરદાર સાહેબના જીવન, કવન, પ્રદર્શન તથા ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ નિહાળીને સરદાર સાહેબે કરેલા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેશની એકતા અને અખંડિતતાના કાર્યોથી ફિલ્મના માધ્યમથી અવગત થયા હતા.અને વ્યૂઈંગ ગેલેરી પરથી ડેમ દર્શન, નર્મદા મૈયાના દર્શન તથા સરદારના ચરણોમાં સમૂહ તસવીર અને સેલ્ફી યાદગીરી રૂપે લીધી હતી. અને ત્યારબાદ અભિપ્રાય બુકમાં સરદાર સાહેબના કાર્યો અને પ્રતિમા દર્શન અને મુલાકાતથી ધન્યતા અનુભવી હતી.

વિડીયો જર્નાલિસ્ટ વસિમ મેમણ સાથે સત્યા ટીવી તિલકવાડા

error: