વરસાદી કાંસમાં બે અલગ અલગ જગ્યાએ ગાય ખાભકી
3કલાકની જેહમત બાદ યુવાનો દ્વારા ગાયને બહાર કાઢી
કાર્યકરોને ટેલીફોનિક દ્વારા જાણ કરી છતાં કોઈ ન ફરકયુ
ડભોઇ નગરપાલિકાની વરસાદી કાંસમાં અલગ અલગ જગ્યાએ બે ગાય પડતા નજીકમાં રહેતા હિંદુ મુસ્લિમ યુવાના બહાર કાઢી દેવ ગાયને સહી સલામત ત્રણ કલાકની જેહમત બાદ યુવાનો દ્વારા બહાર કાઢીને તેઓનો જીવ બચાવી લીધો હતો.
ડભોઇ શહેરના વડોદરી ભાગોળ પાસે આવેલી વરસાદી કાંસમાં ગાય ખાભક્તા વિસ્તારમાં રહેતા હિંદુ મુસ્લિમ યુવાનો દ્વારા ગાયને બહાર કાઢવામાં આવી ત્રણ કલાકની જેહમત બાદ યુવાનો દ્વારા દોરડા બાંધી ગાયને બહાર કાઢવામાં આવી.જ્યારે બીજી બાજુ નાનોદી ભાગોળ પાસે પણ ગાય વરસાદી કાંસમાં ખાબકતા સ્થાનિક લોકોએ ત્રણ કલાકની જહેમત બાદ મહા મુસીબતે ગાયોને બહાર કાઢવામાં આવી હતી. જ્યારે આવા બનાવ બનતા નગરપાલિકામાં ફોન કરવા છતાં પણ કોઈ આવ્યું નથી .અને કેટલીક દયા પ્રેમી સંસ્થાઓ દ્વારા ગાય બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.તેમ છતાં સંસ્થાના કાર્યકરોને ટેલી ફોનિક જાણ કર્યા પછી પણ કલાકો પછી પણ કોઈ ફરકતું ના હોય આખરે દુઃખ અને અસહ્ય પીડાથી પીડાતિ ગાયોને સ્થાનિક હિન્દુ મુસ્લિમ લોકો દ્વારા મહા મુસીબતે દોરડા અને લાકડીઓનું ઉપયોગ કરી બહાર કાઢવામાં આવી હતી.જેને લઇ એક તરફ મોટી મોટી વાતો કરનારા સંસ્થાના લોકો બચાવ અર્થે ના આવ્યા એમ લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું સાથે પશુપાલકો પણ પોતાના ઢોરોની કાળજી અને દેખરેખ ના રાખતા ગામમાં નધિયાણા છૂટા છોડી દેવાતા આવા બનાવ અવારનવાર બનતા હોય છે.
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ