Satya Tv News

YouTube player

મનુબર ચોકડી પાસે સર્જાયો અકસ્માત
ડમ્પરના ચાલકે મોટર સાયકલને મારી ટક્કર
મિત્ર પર ડમ્પરનું ટાયર ફરી વળતા મોત નીપજ્યું
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલમાં ખસેડાયો
ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ભરૂચમાં ગત રાત્રીના મિત્રને મનુબર ચોકડી મુકવા જતા મોટરસાયકલ સવાર બે ઈસમોને પાછળથી આવેલા એક ડમ્પર ચાલકે ટક્કર મારતા મિત્ર રોડ પર પટકાતા ડમ્પરના ટાયર તેની ઉપરથી ફરી વળતા તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.

ભરૂચના કૂકરવાડા નજીક નવીવસાહતમાં રહેતાં રામચંદ્ર.ગોપાલ વસાવા ગતરોજ રાત્રીના પોતાની મોટરસાયકલ લઈને પાચબત્તી દવા લેવા ગયા હતાં. પરંતુ મેડિકલ સ્ટોરમાં તેમની દવા ન મળતા પરત ઘર તરફ જઈ રહ્યા હતાં. આ સમયે કૂકરવાડા જવાના માર્ગ પર આવેલી ભાથીજીની ડેરી પાસે તેમનો મિત્ર મહેબૂબ નાસીર પઠાણ ઉભો હતો.તેણે રામચંદ્રને મનુબર ચોકડી.પર મૂકી જવા માટે કહ્યું હતું.જેથી તેણે મોટર સાયકલ પર મહેબૂબને બેસાડી મનુબર ચોકડી તરફ રવાના થયો હતો.આ સમયે તેઓ મનુબર ચોકડી ખાતે પહોંચતા રામચંદ્રએ પોતાની મોટરસાયકલ જમણી તરફ વળાવવા જતા પાછળ માટેલા સાંઢની જેમ ધસી આવેલા એક ડમ્પરના ચાલકે તેમની મોટર સાયકલને પાછળથી જોરદાર ટક્કર મારતા મહેબૂબ પઠાણ રોડ પર પટકાયા હતા.આ દરમિયાન ડમ્પરના આગળના ટાયર તેમના પર ફરી વળતા ગંભીર ઇજાઓનાં કારણે ઘટના સ્થળ પર જ તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જોકે રામચંદ્રને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલમાં ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: