સાળંગપુરધામ આમંત્રણ રથનું ભરૂચમાં આગમન
ઠેરઠેર ભાવિક ભક્તો દ્વારા રથનું સ્વાગત
શતામૃત મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો
બે દિવસ રથ વિવિધ વિસ્તારોમાં કરશે ભ્રમણ
મહાઆરતીનું આયોજન કરાયું
સાળંગપુરના કષ્ટભંજન મંદિરના શતામૃત મહોત્સવનું આમંત્રણ આપવા માટે ભરૃચ આવી પહોંચેલા દાદાના રથનું ભરૃચમાં શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું..
સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત શ્રી કષ્ભંજનદેવ હનુમાન દાદાના મંદિરના ૧૭૫ વર્ષ પૂર્ણ થતાં હોય શતામૃત મહોત્સવ નિમિત્તે ૧૬ થી ૨૨ નવેમ્બર સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોય જેનું આમંત્રણ આપવા સાળંગપુરથી રથ ભરૃચ આવી પહોંચતા ભરૃચ ના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોમદરિયા,પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ,જિલ્લા ભાજપ મહામંત્રી નીરલ પટેલ, સહિત અન્ય અગ્રણીઓ અને ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.જે બાદ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેનો અગ્રણીઓ સહિત ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.રવિવાર અને સોમવાર એમ બે દિવસ સુધી ભરૃચના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરશે.જેનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે .
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ