રનીંગ ક્લબ દ્વારા રોકવુલ મેરેથોનનું આયોજન
પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાની જાગૃતિ માટે મેરેથોનું આયોજન
મેરેથોનનું ધારાસભ્ય,કલેકટરએ કરાવ્યું પ્રસ્થાન
નેશનલ,ઇન્ટરનેશનલ દોડવીરોએ લીધો ભાગ
ભરૂચ રનીંગ ક્લબ દ્વારા પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાની જાગૃતિ માટે રોકવુલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ ભરૂચની એમ.કે કોલેજ પાસેથી ભરૂચ રનીંગ ક્લબ દ્વારા પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાની જાગૃતિ માટે ભરૂચ મેરેથોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મેરેથોનનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને કલેકટર તુષાર સુમેરાના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ મેરેથોનમાં નેશનલ અને ઇન્ટરનેશનલ દોડવીરોએ ભાગ લીધો હતો.જ્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તો દિવ્યાંગ દોડવીરો પણ ભાગ લીધો હતો.આ મેરેથોનમાં વિજેતાઓને ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ ત્રણ કિલોમીટરની રનિંગમાં 75 વર્ષમાં પિરિયા બુધિયા મિસ્ત્રી વિજેતા બનતા તેઓને પણ ઈનામ એનાયત કરવામાં આવ્યું હતું.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ