Satya Tv News

મોડાસા નજીક આવેલા બામણવાડની નવી વસાહત પાસે એક ટ્રકને વીજ તાર અડકી જતા આગ લાગી છે. ટ્રકમાં 150 જેટલા બકરા બે ભાગમાં ભરેલા હતા. બકરા ભરેલી ટ્રકમાં આગ લાગવાની ઘટનાને પગલે સ્થાનિકોએ ફાયરની ટીમ અને સ્થાનિક વીજ તંત્રને જાણ કરી હતી. જેને લઈ વીજ લાઈન બંધ કરી સ્થાનિકોએ અને ફાયરની ટીમોએ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણ જેટલી ફાયર ટીમો સ્થળ પર પહોંચી છે અને આગને કાબૂમાં લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. આગમાં ત્રણ લોકો ભડથુ થયા હોવાની પણ આશંકા છે.

error: