આ પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશન છે. કાશ્મીર પોલીસ ઝોને એન્કાઉન્ટરની જાણકારી આપી હતી કે ‘સોમવારે મોડી રાત્રે એન્કાઉન્ટર શરૂ થયું હતું. બંને તરફથી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં 2 આતંકીઓને ઠાર કર્યા છે.’ હવે આ બંને આતંકવાદીઓની ઓળખ પણ થઈ ગઈ છે. આ બંને આતંકીઓ લશ્કર-એ-તૈયબા માટે કામ કરતા હતા.
કુલગામમાં પણ 4 ઓક્ટોબરે સુરક્ષાદળોએ હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓને ઠાર કર્યા હતા. ઈન્ટેલિજન્સ રિપોર્ટ બાદ સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી લીધા હતા અને ત્યારબાદ તેઓ એન્કાઉન્ટર દરમિયાન માર્યા ગયા હતા. બંને આતંકીઓ કુલગામના રહેવાસી હતા.
