પોલીસ હેડક્વાટર મેદાન ખાતે ગરબાનું આયોજન
સલામતી,સુરક્ષાને ધ્યાનમાં રાખી નવતર આયોજન
પોલીસ,મેડિકલ ટીમ,ફાયરબ્રિગેડ પણ હાજર રહેશે
ભરુચમાં સતત બીજા વર્ષે પોલીસ હેડકટર ખાતે મોટા પાયે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ પરિવારની સાથે શહેરીજનો પણ ગરબાની રમઝટ માણી શકશે..
ગણેશ મહોત્સવની રંગે ચંગે ઉજવણી કર્યા બાદ લોકો હવે માં આદ્યશકિતના આરાધના પાવર નવલા નોરતા માટે સજજ બન્યા છે.ભરુચમા ચાલુ વર્ષે ઠેર ઠેર ગરબાના આયોજન થયા છે, ત્યારે વાલીઓને તેમની દીકરીઓની પણ ચિંતા સતાઈ રહી છે. બાળકીઓ અને યુવતીઓ સલામતી અને સુરક્ષા સાથે ગરબા રમી શકે તે માટે ભરૂચના પોલીસ હેડક્વાર્ટરના વિશાલ મેદાન ખાતે ગરબા મહોત્સનું આયોજન કરાયું છે.. આદ્ય શક્તિના આરાધના પર્વ નવરાત્રિ ના ગરબા મહોત્સવની ધામધૂમથી ઉજવણી થાય તેના માટેની તૈયારીઓ પોલીસ હેડ ક્વાટર ખાતે ચાલી રહી છે. એસ.પી. મયુર ચાવડા એ અન્ય પોલીસ અધિકારીઓ સાથે ગરબા ગ્રાઉન્ડની મુલાકાત લઈ તૈયારીઓ અંગેની માહિતી મેળવવા સાથે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.
ભરૂચ એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નવતર આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ પરિવારની સાથે અન્ય લોકો પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવી ગરબાની રમઝટ માણી શકશે.ગરબા મહોત્સવ દરમ્યાન લાઈટિંગ, સિંગર, સજિંદા સાથે સુરક્ષા માટે પોલીસની સાથે મેડિકલ ટીમ અને ફાયરબ્રિગેડ પણ અહી સ્ટેન્ડ ટુ રહેશે તેમ જણાવી ખેલૈયાઓને ગરબે ઘૂમવા આમંત્રણ પણ આપ્યું હતું..આમ સતત બીજા વર્ષેમાં આદ્ય શક્તિના આરાધના પર્વ નવરાત્રિના ગરબા મહોત્સવની પોલીસ હેડ ક્વાટર ખાતે રંગે ચંગે ઉજવણી કરવામાં આવશે..
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ