ડભોઈ પીવાની પાણીની લાઈનમાં લીકેજ
દોઢ મહિનાથી રોડ પર વહી રહ્યું છે પાણી
રજૂઆતો કરવા છતાં પરિમાણ શુન્ય છે
ડભોઈ તાલુકાના અકોટી ગ્રામ પંચાયત વહીવટ ની બેદરકારીના કારણે પીવાની પાણી ની લાઈનમાં લીકેજ હોવાથી સમગ્ર ગામમાં દોઢ મહિનાથી પાણી રોડ પર વહી રહ્યું છે અને તલાટી ક્રમ મંત્રીને અને પંચાયતના વહીવટને રજૂઆતો કરવા છતાં પરિમાણ શુન્ય છે
ડભોઈ તાલુકાના અકોટી ગ્રામ પંચાયત વહીવટ ની બેદરકારીના કારણે પીવાની પાણી ની લાઈનમાં લીકેજ હોવાથી સમગ્ર ગામમાં દોઢ મહિનાથી પાણી રોડ પર વહી રહ્યું છે પાણીને કારણે ગામમાં ગંદકી નું સામ્રાજ્ય એટલું બધું વધી ગયું છે કે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને મંદિરમાં દર્શન કરવા જતા ભક્તો અને ગ્રામજનો કાદવ કિચડ અને ગંદકી માથી પસાર થવું પડતું હોય છે વારંવાર તલાટી ક્રમ મંત્રીને અને પંચાયતના વહીવટને રજૂઆતો કરવા છતાં પણ વહીવટી તંત્ર પોતાની મસ્તીમાં મસ્ત રહેતું હોય જેના કારણે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
પ્રજાજનો માંથી જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ તાલુકાના અકોટી ગામે છેલ્લા દોઢ મહિનાથી પીવાના પાણીની લાઈનમાં લીકેજ હોવાથી સમગ્ર ગામમાં પાણી વહી જતા ગામમાં ગંદકીનું સામ્રાજ્ય મોટા પ્રમાણમાં વધી ગયું છે અને પીવાના પાણી સાથે ગંદુ પાણી પણ મિક્સ થતું હોય ગામમાં રોગચારો ફેલાઈ તેની જવાબદારી કોણી છેલ્લા દોઢ મહિનાથી ગ્રામજનો દ્વારા વહીવટદાર તલાટી ક્રમ મંત્રીને રજૂઆતો કરવા છતાં પણ પોતાની મસ્તીમાં મસ્ત રહેતા ગ્રામ પંચાયતના વહીવટદાર ગંભીર બાબતને ધ્યાનમાં લેતા નથી જેના કારણે ગ્રામજનોમાં રોષ ફેલાઈ રહ્યો છે જયા ગંદકી અને પાણીના સામ્રાજ્ય વચ્ચેથી રસ્તો છે ત્યાંથી ત્રણ ગામોના લોકો અવર-જવર કરતા હોય છે ગ્રામજનોનું કહેવું છે કે વહેલી તકે જો કામગીરી નહીં કરવામાં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવશે નુ રોષ સાથે જણાવ્યું હતું. હાલ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે નાના નાના ગામડાઓમાં પણ રોગચારો ફેલાય તેવી લોકોમાં દેશર છે
વિડિઓ જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સત્યા ટીવી ડભોઇ