Satya Tv News

YouTube player

અવાખલ ગામે રાત્રી દરમિયાન તસ્કરો ત્રાટક્યાં
તસ્કરોએ વારિગૃહની ઓરડીને બનાવી નિશાન
મોટરના કેબલો કાપી તસ્કરો રફુચક્કર
પીવાના પાણીથી ગ્રામજનો વંચિત
ગ્રા.પં.દ્વારા પોલીસ સ્ટેશનમાં કરી જાણ
ત્રાટકેલા તસ્કરોના પગલે ગ્રામજનોમાં ફફડાટ

શિનોર તાલુકાના અવાખલ ગામે રાત્રે ત્રાટકેલા તસ્કરો મોટરના કેબલો કાપી ચોરી જતાં ગ્રામ પંચાયત અવાખલ દ્વારા શિનોર પોલીસને જાણ કરવામાં આવી હતી.

શિનોર તાલુકાના અવાખલ ગામે ગત રાત્રિએ તસ્કરો ત્રાટક્યા હતા.જેમાં તસ્કરોએ વારિગૃહની ઓરડીને નિશાન બનાવી હતી.જેમાંથી તસ્કરો પાણીની ટાંકીની મોટરના મુખ્ય કેબલો કાપી રફુચક્કર થઈ ગયા હતા.જેના પગલે આજરોજ ગ્રામજનોને પીવાના પાણીથી વંચિત રહેવું પડ્યું છે.જ્યારે ચોરીની ઘટના અંગે અવાખલ ગ્રામ પંચાયત દ્વારા શિનોર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. મોડી રાત્રે અવાખલ ગામે ત્રાટકેલા તસ્કરોના પગલે ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

વિડીયો જર્નાલિસ્ટ રાજેશ વસાવા સાથે સત્યા ટીવી શિનોર

error: