રિપોર્ટ અનુસાર 66 વર્ષીય મુકેશ અંબાણીની સંપત્તિ ગતવર્ષની સરખામણીમાં 2% વધી છે. તો 61 વર્ષીય ગૌતમ અદાણી પરિવારની સંપત્તિ હિંડનબર્ગની રિપોર્ટ બાદ 57% ઘટીને 474800 કપોડ રૂપિયા નોંધાઈ છે. હિંડનબર્ગે આ વર્ષે જાન્યુઆરીમાં અદાણી સમૂબની રિપોર્ટ જાહેર કરી હતી જેમાં સમૂહ પર કેટલાક ગંભીર આરોપો મૂકવામાં આવ્યાં હતાં. આ બાદ સમૂહનાં માર્કેટ કેપમાં ઐતિહાસિક ઘટાડો થયો હતો. સાથે જ ગૌતમ અદાણીની પ્રાઈવેટ મિલકતને પણ નુક્સાન થયું હતું.
ત્રીજું સ્થાન સીરમ ઈંસ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાનાં પ્રમોટર પૂનાવાલા પરિવાર પાસે છે. આ પરિવારની સંપત્તિ 278500 કરોડ રૂપિયા છે જે ગતવર્ષની સરખામણીમાં 36% વધારે છે. HCLનાં 78 વર્ષીય શિવ નાદર અને પરિવારે 228900 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ચોથું સ્થાન જાળવી રાખ્યું છે. ગત વર્ષની સરખામણીએ તેમની સંપત્તિમાં 23%નો વધારો નોંધાયો છે.
લંડન સ્થિત ગોપીચંદ હિંદુજા અને પરિવારની સંપત્તિમાં 7%નો વધારો થયો છે. તેમની હાલમાં અંદાજિત 176500 કરોડની સંપત્તિ છે. આ લિસ્ટમાં તેમણે 5મું સ્થાન મેળવ્યું છે. SUN ફાર્માસ્યૂટિકલ ઈંડસ્ટ્રીઝનાં દિલીપ સાંઘવી 164300 રૂપિયાની સંપત્તિની સાથે છઠ્ઠા સ્થાન પર છે જે ગતવર્ષની તુલનામાં 23% વધારે છે.
પ્લેટફોર્મ બાયજૂનાં બાયજૂ રવીંદ્રન સૌથી અમીર વ્યક્તિઓની લિસ્ટમાંથી બહાર થઈ ગયાં છે. થોડા મહિનાઓથી કંપની પર આર્થિક સંકટ પણ છે.