Satya Tv News

ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિવાદ લઈ લીધી છે. ચોમાસાની વિદાય છતાં નવરાત્રીમાં વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી 17 ઓક્ટોબરથી 19 ઓક્ટોબરની વચ્ચે પશ્ચિમી વિક્ષેપને લઈને ભારે પવન અને કરા સાથે વરસાદની શક્યતા છે. આ 17થી 19 ઓક્ટોબર દરમિયાન હિમાચલથી ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. તા.9 સુધી આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ ગુજરાતના કેટલાક ભાગોમાં હિમવર્ષા થઈ શકે છે. 12 ઓક્ટોબરે અરબસાગરમાં હાઈ પ્રેશર બનશે. 20 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 14 અને 15 ઓક્ટોબરે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, હિમાલયના ભાગોમાં કરા પડી શકે છે. જેથી ગુજરાતમાં ઠંડીનો અનુભવ થશે.

error: