રાજસ્થાનના વતની અને સુરતમાં મોબાઈલ એસેસરીઝના વેપારી મુલાજી ચૌધરી પર્વત ગામ પાસે મોબાઈલ એસેસરીઝની દુકાન ધરાવે છે. 8 ઓક્ટોબરના રોજ તે પીઠના ભાગે ચપ્પુ વાગેલી સ્થિતિમાં મળી આવ્યા હતા. ઇજાગ્રસ્તને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
ડીએમ રાઠોડને મળેલી બાતમીના આધારે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે વેપારી અને આરોપીની બાઈકનો સામાન્ય અકસ્માત બાદ ઝઘડો થયો હતો. આ ઘટના બાદ વેપારી ત્યાંથી નીકળી ગયા હતા જેમનો રાકેશે પીછો કર્યો હતો અને વેપારીને પીઠના ભાગે ચપ્પુ મારી દીધું હતું. વેપારી ઈજાગ્રસ્ત હાલતમાં સોસાયટી સુધી પહોંચ્યા ત્યાં સુધી તેનો પીછો પણ કર્યો હતો. ગુનામાં એક સગીરની પણ અટકાયત કરવામાં આવી છે.
