Satya Tv News

YouTube player

કુંભારિયા ઢોળાવમાં નવરાત્રિની તૈયારી શરૂ
નવરાત્રીની તૈયારીઓમાં કુંભારો લાગ્યા કામે
માટલીની અવનવી ડિઝાઇન,શણગારની માંગ ઉઠી

ભરૂચ જિલ્લામાં આસો નવરાત્રીની ઉજવણીને લઇ માં જગદંબાની આરાધના માટે ગરબારૂપી માટલીઓમાં પણ અવનવી ડિઝાઇન અને શણગારની માંગ ઉઠી છે.

આસો નવરાત્રીની તૈયારીઓમાં કુંભારો કામે લાગી ગયા છે.ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કુંભારિયા ઢોળાવ ખાતે મહેશ પ્રજાપતિ કે જેઓએ પોતાના વારસદારોનો કુંભારનો વ્યવસાય જાળવી રાખ્યો છે. જે આજે સોળે કલાએ ખીલી ઉઠ્યો છે .આ શું નવરાત્રીમાં ભારતીય સંસ્કૃતિ મુજબ ગરવી એટલે ગરબા માછલીની સ્થાપના અને માથે ગરબો મૂકી ગરબે ઘૂમવાની પ્રથા દિવસે અને દિવસે પ્રચલિત બની રહી છે. જેના કારણે આસો નવરાત્રિમાં શણગાર કરેલી માટલીઓની પણ માંગ વધી ગઈ છે. અને કુંભારો પણ આસો નવરાત્રીમાં માટલીઓને શણગાર કરવામા મગ્ન બની ગયા છે.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: