ગોડાદરામાં વેપારીની હત્યાનો ભેદ ઉકેલાયો
મોબાઈલ એસેસિરિજના વેપારીનું મોત નીપજ્યું
ગોડાદરા વિસ્તારના CCTV ફૂટેજ તપાસ શરૂ
પોલીસે 3 આરોપીની કરી ધરપકડ
સુરતના ગોડાદરા વિસ્તારમાં એક ધરગારા નામના મોબાઈલ એસેસિરિજના વેપારીને પીઠના ભાગે અજાણ્યાઓ દ્વારા ચપ્પુના ઘા મારી દેવામાં આવ્યું હતું.જયારે ઘાયલ વેપારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડતા તેનું ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
સુરતમાં અવારનવાર હત્યાની ઘટનાઓ બની રહી છે.. ત્યારે ફરીથી એક વખત હત્યાની ઘટના બની હતી સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા ધરગારા ભાઈ નામના મોબાઈલ એસેસિરિજ ના વેપારીને ચપ્પુના ઘા મારી પતાવી દેવાયો હતો ..આઠ તારીખના રોજ રાત્રે 1:00 વાગ્યા ના સુમારે ધરગારા પોતાની સોસાયટીમાં મોપેડ ચલાવી અને પહોંચ્યા હતા. જોકે વેપારી પોતાના ઘરમાં પહોંચે તે પહેલા જ સોસાયટીમાં મોપેડ પર જ બેભાન થઈ ગયા હતા.સ્થાનિકોનું ધ્યાન પડતા તાત્કાલિક ટોળું એકઠું થઈ ગયું હતું .વેપારી સામે નજર કરી તો વેપારી લોહી લુહાણ હાલતમાં બેભાન જોવા મળ્યા હતા .વેપારીની પીઠના ભાગે કોઈએ ચપ્પુથી હુમલો કર્યો હતો .તાત્કાલિક જ વેપારીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા .અને તેમના ભાઈએ ગોડાદરા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો. અને આ મામલે તપાસ શરૂ કરી હતી જોકે તે દરમિયાન હોસ્પિટલના બિછાને જ વેપારીનું ચાલુ સારવાર દરમિયાન મોત.. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.આ હત્યાની ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોતરાઈ હતી. અને ગોડાદરા વિસ્તારના તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું.. તે દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી. કે જે યુવકોએ હત્યા કરી છે. તે યુવકો પર્વત ગામના ચોરા પાસેથી પસાર થવાના છે ..જેથી પોલીસે વોચ ગોઠવી અને આરોપી રાકેશ ઉર્ફે ગાંડો ફકીર રાઠોડ અને એક જુવેનાઇલની ધરપકડ કરી હતી
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી સુરત